Application – સાયલા બસ સ્ટેન્ડમાં બસ આવતી નથી, સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું
સાયલા બસ સ્ટેન્ડમાં બસ આવતી નથી, સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું
- ઓન લાઇન ટિકીટ બુક કરાવનાર મુસાફરોને લેવા માટે પણ બસ આવતી નથી
સાયલા શહેરમાં નવ નિર્મિત બસ સ્ટેશનમાં ઓન લાઇન ટિકિટ બુકિંગ કરેલ બસ પણ આવતી ન હોવાની સાથે અનેક બસો પરબારા ભણી જતી હોવાથી વિદ્યાર્થી અને મુસાફરોમાં રોષ જોવા મળે છે. એસ.ટી.ના ઓરમાયા વર્તન બાબતે સાયલા સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું હતું અને તંત્ર કાર્યવાહી ન કરે તો જન આંદોલનની ચીમકી આપી હતી.
સાયલાના બિસ્માર બસ સ્ટેન્ડનું સ્થાન બદલીને હાઇવે લઈ જવામાં આવ્યું પરતું ઓવરબ્રિજ અને ભાવનગર, બોટાદ, પાળીયાદ, લીંબડી, અમદાવાદ તરફથી આવતી એસ.ટી. બસને રોંગ સાઇડના બસ સ્ટેન્ડના કારણે સ્ટેન્ડમાં આવતી નથી જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરો પરેશાન બને છે.
સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તા બાજુનું નાળું 8 વર્ષથી સરંક્ષણ દીવાલ વગરનું
આ બાબતે સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલા, સુરેશભાઇ ડોડીયા, દિપકભાઈ પટેલ, મનીષભાઈ મકવાણા, જીવરાજભાઈ પટેલ, મહાવીરસિંહ પરમાર, જયપાલસિંહ સિંધવ, હિતેષભાઇ દવે સહિતના અગ્રણીઓ તમામ એસ.ટી. બસો સાયલા સ્ટેન્ડમાં આવે અને સેવામાં અને સુવિધામાં વધારો કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
વધુમાં સરપંચના જણાવ્યા મુજબ ઓન લાઇન ટિકીટ બુકિંગ કરાવેલ પેસેન્જરને પણ બસ સ્ટેન્ડમાં બસ આવતી ન હોવાના કારણે મુશ્કેલી ઉભી થવા પામે છે સાયલા શહેરમાં આવેલા જૂના એસ.ટી. બસ સ્ટેશનમાં પણ બસ ન આવતી હોવાના કારણે આંખના દર્દીઓ પરેશાન બની રહ્યા હોવાની રજૂઆત કરી હતી
આ બાબતે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરી તમામ બસો સ્ટેન્ડ સુધી નહીં આવે તો આગામી દિવસોમાં જન આંદોલનની ચીમકી આપી હતી.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે “કિશોરી કુશળ બનો” થીમ કાર્યક્રમ યોજાયો