સુરેન્દ્રનગર જોરાવનગરની સંસ્થાનાં આગેવાન દ્વારા ઓક્સિજન સિલિન્ડર બાબતે કલેક્ટરને રજૂઆત કરાઈ
- ઓક્સિજન સિલિન્ડરનું ફરીથી રિફિલિંગ ચાલુ કરવા સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી
- તંત્રના નવા નિયમ મુજબ ટ્રસ્ટ અને સંસ્થાને ઓક્સિજન સિલેન્ડર આપવાની મનાઇ
ઓક્સિજન સિલિન્ડરનું ફરીથી રિફિલિંગ ચાલુ કરવા સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ માટે ઓક્સીજનની જરૂરિયાત ઉપસ્થિત થવા પામી છે. ત્યારે આ બાબતે જોરાવરનગરની શિવલાલ આણંદજીભાઇ મકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રેશભાઇ એસ. પટેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને ઉદ્દેશીને રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ માટે પહોંચાડાતા હતા. પરંતુ તંત્રના નવા નિયમ મુજબ ટ્રસ્ટ અને સંસ્થાને ઓક્સિજન સિલેન્ડર આપવાની મનાઇ કરવામાં આવતા હોમ ક્વોરન્ટાઇન રહેલ દર્દીઓ માટે આ ઓક્સિજન તેમના પ્રાણવાયુ સમાન સાબિત છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.
ચંદ્રેશભાઇ એસ. પટેલએ કહ્યું, સરકારી તંત્ર દ્વારા એવો આદેશ આપવામાં આવેલો છે કે કોઇપણ પ્રાઇવેટ સંસ્થા, કોઇ ટ્રસ્ટ કે કોઇપણ પ્રાઇવેટ વ્યક્તિ જશે તો એમને સિલિન્ડર રિફિલિંગ નહીં કરી દેવામાં આવે. તો હવે જે હોમ ક્વોરન્ટાઇન પેશન્ટ છે. એ કેવી રીતે ઓક્સિજન પ્રોવાઈડ કરાવશે એની જિમ્મેદારી તંત્ર લે છે એ હોમ ક્વોરન્ટાઇન પેશન્ટ છે એને કાંઇ થઈ ગયું એમની ડેથ થઈ ગઇ તો આની જિમ્મેદારી તંત્ર લેશે.
એની મારે તંત્ર પાસે જવાબ જોઈએ છે અને આજે છેલ્લી સવારના સાત કલાકથી આ તંત્ર દ્વારા જે નાટક ચાલી રહેલ છે એનો તંત્ર પાસેથી આપના મીડિયાના માધ્યમથી અમારે આન્સર જોઈએ છે અને તંત્રનેબી મેં, કલેકટર સાહેબને, માન્ય એમએલએ સાહેબને, સંસદ સભ્ય શ્રીને, મુખ્યમંત્રીશ્રીને, ડેપ્યુટી સીએમ સાહેબને બધાને લેટર લખેલો છે અને મારી તંત્ર દ્વારા આ જવાબ જોઈએ છે કે હવે જે મોત થશે વિધાઉટ ઓક્સિજન એની જવાબદારી કોણ આપે છે.
વઢવાણ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન માસ્ક નહીં પહેરવા બદલ જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધી