26 લાખના દારૂ સાથે પકડાયો
- પાટડીના માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પર આલીશાન હોટલ નજીક
- વિદેશી દારૂની બોટલ નંગ 6948
- મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

પાટડીના માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પર આલીશાન હોટલ નજીક બાતમીના આધારે પસાર થતા સિમેન્ટના બન્કર નંબર આર.જે.04 જી.બી.9876 પસાર થતા તેને એલ.સી.બી. પોલીસે રોકેલ હતું.
બન્કરની તલાસી લેતા રૂપિયા 26,05,500ની કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ 6948 તથા સિમેન્ટનું બન્કર, મોબાઈલ મળી કુલ રૂ.36,21,760ના મુદ્દામાલ સાથે ચાલક માલારામ વાધારામ જાટ (જિ.બાડમેર-રાજસ્થાન) વાળાની ધરપકડ કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર બી.આર.સી (BRC) ભવન ખાતે શિક્ષકો માટે ફેર બદલી કેમ્પ યોજાયો
પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો ગોરધનસીંગ હુકમસીંગ સોઢા રહે. જસાઇ જિલ્લો બાડમેરવાળાએ હરિયાણાના રોહતક ખાતેથી ભરાવી વેચાણ અર્થે ગુજરાતમાં મોકલેલ હોવાનું જણાવતા પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કર્યો હતો.