Celebrating “Vikas Week”- સુરેન્દ્રનગરમાં પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ખાતે પ્રેરણા પ્રવાસ યોજાયો
સમગ્ર રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે અવનવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ, સુરેન્દ્રનગર દ્વારા પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ખાતે જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વઢવાણ તાલુકાના ચમારજ ગામે ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડેલની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના ફાયદા, આવકના સ્ત્રોત્ર, પ્રાકૃતિક કૃષિ થકી સ્વની સાથે અન્યના આરોગ્યની પણ જાળવણી, પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા, વાવણી પ્રક્રિયા, જંતુ નિયંત્રણ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
WADHWANમાં જવેલર્સની દુકાનમાં મહિલાઓ રૂા.40 હજારના દાગીના લઈ રફૂચક્કર
તદુપરાંત પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ ઉત્પાદનોના વેચાણ અને મૂલ્યવર્ધન વિશે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ અભિયાનને અનુલક્ષીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડલ ફાર્મ ખાતે જિલ્લાના અન્ય ખેડૂતોના પ્રેરણા પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે. પ્રેરણા પ્રવાસ દ્વારા માહિતગાર થઈ અન્ય ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા ઉત્સાહ દાખવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લો સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો બને તે માટે આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના પ્રેરણા પ્રવાસ થકી ખેડૂતો રૂબરૂ ખેતરમાં પાક અને અન્ય વ્યવસ્થાને નીહાળી તેમાંથી માર્ગદર્શન મેળવી શકે છે.
SAYLA- પેટ્રોલિયમ, કેમિકલના ગુનામાં ત્રણેક વર્ષથી ફરાર ઝડપાયો