વઢવાણ સુરેન્દ્રનગરના દુધરેજ ફાટક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી
- સુરેન્દ્રનગરના દુધરેજ ફાટક વિસ્તારમાં વહેલી સવારથી ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ
- મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા દુધરેજ ફાટક વિસ્તારમાં વહેલી સવારથી ચેકીંગ કામગીરી
- માસ્ક વગર લટાર મારતા લોકોને ઉભા રાખી દંડ અને મેમાઓ ફટકારવામાં આવ્યા છે

સુરેન્દ્રનગરના દુધરેજ ફાટક વિસ્તારમાં વહેલી સવારથી ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં એક તરફ કોરોના સંક્રમણ વખરતું જઈ રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી ગાઈડલાઇનનું કડક પાલન કરાવવા માટે મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા દુધરેજ ફાટક વિસ્તારમાં વહેલી સવારથી ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે માસ્ક વગર લટાર મારતા લોકો તથા વાહન ચાલકોને ઉભા રાખી અને મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા દંડ અને મેમાઓ ફટકારવામાં આવી રહ્યા છે અને જિલ્લા પ્રશાસન વિભાગે પ્રસિદ્ધ કરેલી કોરોનાની ગાઈડલાઈન કડક અમલવારી પણ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને કરાવવામાં આવી રહી છે ત્યારે હાલમાં પણ સુરેન્દ્રનગર દુધરેજ ફાટક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી શરૂ જ રાખવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં તાઉતે વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા વીજળીઓ ગુલ થઇ
વહેલી સવારથી સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશીની સૂચનાથી મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા તથા તેમના સાથી સ્ટાફ દ્વારા ચેકીંગ કામગીરી દુધરેજ ફાટક વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે માસ્ક વગર લટાર મારતા લોકોને ઉભા રાખી દંડ અને મેમાઓ ફટકારવામાં આવ્યા છે અત્યાર સુધીમાં 32 લોકોને મેમા આપવામાં આવ્યા હોવાનું પણ મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી 9 કંટ્રોલ રૂમો મારફત પડી ગયેલા 166 વૃક્ષો હટાવાયા