સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્વચ્છતા જાળવવા માટે ચીફ ઓફિસર દ્વારા 200 થી 500 નો દંડ ફટકારવામાં આવશે
- સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્વચ્છતા જાળવવા માટે જાહેરમાં કચરો ફેંકનારને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 200 થી 500 નો દંડ ફટકારવામાં આવશે.
- તેવી મહત્વની જાહેરાત નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યા દ્વારા કરવામાં આવી છે.
- નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
- જિલ્લામાં સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થઈ રહી લોક જાગૃતિના અભાવે વઢવાણ શહેર સતત દૂષિત બનતું જઈ રહ્યું છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્વચ્છતા જાળવવા માટે જાહેરમાં કચરો ફેંકનારને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 200 થી 500 નો દંડ ફટકારવામાં આવશે. તેવી મહત્વની જાહેરાત નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યા દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને વઢવાણ શહેરી વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસો હાલમાં પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરી વઢવાણ શહેરમાં જાહેર સ્થળો ઉપર કચરો કરતા હોવાની રાવ-ફરિયાદના કારણે નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના એક્શન મોડમાં આવ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વિસ્તારમાં જાહેર દિવાલો ઉપર અને રોડ રસ્તા ઉપર કે જ્યાં કચરો વધુ ખેંચવામાં આવતો હતો ત્યાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
જો સફળતા માટે નસીબ જરૂરી હોય… તો નસીબ માટે શું જરૂરી હોય?
જ્યારે કચરો ફેંકનાર ઉપર 200 થી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવા બેનરો વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લગાડી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થઈ રહી લોક જાગૃતિના અભાવે વઢવાણ શહેર સતત દૂષિત બનતું જઈ રહ્યું છે.
ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના એક્શન મોડમાં આવ્યા છે. જાહેરમાં કચરો નાખનારને 200 થી 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે શેરી, ગલ્લા, દુકાનદારોને પણ આ લાગુ પડે છે એવી મહત્વની જાહેરાત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં વઢવાણ શહેર સ્વચ્છ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને જાહેરમાં કચરો અને 200 થી 500 રૂ.નો દંડ ફટકારવામાં આવશે તેવું પાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.