Cleanliness Campaign- થાન પોલીસ મથકમાં પડેલો 7 કરોડનો મુદ્દામાલ ભૂસ્તર કચેરીએ મોકલવા કાર્યવાહી

Photo of author

By rohitbhai parmar

Cleanliness Campaign- થાન પોલીસ મથકમાં પડેલો 7 કરોડનો મુદ્દામાલ ભૂસ્તર કચેરીએ મોકલવા કાર્યવાહી

થાનગઢ વિસ્તારમાં ખાણખનીજ વિભાગ દ્વારા દરોડા કરી ઝડપાયેલો જથ્થો પોલીસ મથકે મૂકાય છે. જે 20 વર્ષ જૂનો અંદાજે 7 કરોડનો મુદ્દામાલ પડ્યો હતો તે સુરેન્દ્રનગર કચેરી મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

Google News Follow Us Link

Cleanliness Campaign- Proceedings to send 7 crore worth of valuables lying in Thane police station to land office

થાનગઢ વિસ્તારમાં ખાણખનીજ વિભાગ દ્વારા દરોડા કરી ઝડપાયેલો જથ્થો પોલીસ મથકે મૂકાય છે. જે 20 વર્ષ જૂનો અંદાજે 7 કરોડનો મુદ્દામાલ પડ્યો હતો તે સુરેન્દ્રનગર કચેરી મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેના માટે 20 ડમ્પર, 5 જેસીબી, 2 હિટાચી મશીન સફાઇ માટે કામે લગાડાયા હતા.

થાનગઢમાં મોટા પ્રમાણમાં ખનીજ જથ્થો મળી આવતો હોવાથી અહીં ભૂમાફિયા ગેરકાયદે ખનન કરતા હોય છે. જેના પર ખાણ ખનીજ વિભાગ દ્વારા અવારનવાર દરોડા કરી મુદ્દામાલ પકડાય જે પોલીસ મથકે મૂકવામાં આવતો હતો. જે 20 વર્ષ જૂનો આશરે 7 કરોડનો મુદ્દામાલ જેમાં, ચરખી, કોલસો, માટી, ટીસી સહિતની વસ્તુઓને ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું હતું. જેમાં 20 ડમ્પર, 5 જેસીબી, 2 હિટાચી મશીન સફાઇ માટે કામે લગાડાયા હતા.

NAVLA NORTA – સુરેન્દ્રનગર જિલ્લામાં નવલાં નોરતાંનાં પર્વને લઇને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

આ અંગે થાન પીઆઇવી કે ખાંટ જણાવ્યું કે થાનગઢ પોલીસ દ્વારા ભૂસ્તર વિજ્ઞાન ખાણ ખનીજ વિભાગને અનેક વખત લેખિતમાં જાણ કરી હતી કે આપનો પકડેલો સામાન અહીંથી કોઈ અન્ય જગ્યાએ મૂકવાની વ્યવસ્થા કરાવો. અંતે સુરેન્દ્રનગર ભૂસ્તર વિજ્ઞાન ખાણ ખનીજની ઓફિસે રવાના કરવામાં આવી રહ્યો છે.

Kharaghoda – પાટડીના યુવકે ખારાઘોડા પાસે ઝાડ પર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link