સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે LRD અને PSIની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે LRD અને PSIની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ

Google News Follow Us Link

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે LRD અને PSIની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ

  • સુરેન્દ્રનગરમાં જવાહર ગ્રાઉન્ડ ખાતે એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે શારિરીક કસોટીનો પ્રારંભ
  • ગુજરાતમાંથી પ્રથમ દિવસે 1000થી વધુ ઉમેદવારો સુરેન્દ્રનગર ખાતે આવ્યાં છે.
  • તંત્ર દ્વારા સીસીટીવી લગાવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર: રાજ્યમાં એલઆરડી અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ થઈ ગયો છે. જોકે, કમોસમી વરસાદને લઈ અનેક જગ્યાએ ભરતી પ્રક્રિયા માટેની શારિરીક કસોટીની તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ત્યારે આજથી સુરેન્દ્રનગરમાં જવાહર ગ્રાઉન્ડ ખાતે એલઆરડી અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ થઈ ગયો છે. તંત્ર દ્વારા સીસીટીવી લગાવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો સુરેન્દ્રનગર ખાતે ઉમટ્યા હતા.

ઈસ્લામ છોડીને હિન્દુ બન્યા વસીમ રિઝવી, યતિ નરસિંહાનંદે કરાવી ઘર વાપસી

રાજ્યમાં તાજેતરમાં ખરાબ વાતાવરણના પગલે એલઆરડી અને પીએસઆઇની ભરતી પ્રક્રિયાની તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો હતો. હસમુખ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે, ખરાબ વાતાવરણ હોવાના કારણે ભરતી પ્રક્રિયા થોડી મોડી કરવામાં આવશે. જોકે, હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં સારુ અને વ્યવસ્થિત રીતે સાનુકૂળ વાતાવરણ હોવાથી ભરતી પ્રક્રિયા આજે વહેલી સવારથી શરૂ થઈ છે.

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે LRD અને PSIની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ

શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ એટલે કે જવાહર ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી એક સાથે એક હજારથી વધુ ઉમેદવારો ભરતીની પ્રક્રિયા માટે શારીરિક કસોટી આપવા પહોંચ્યા હતા. દોડ, ઊંચાઈ, વજન સહિતની શારીરીક કસોટીની પરીક્ષાઓ જવાહર ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી છે. ત્યારે આ પરીક્ષા આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ દિવસે 1000થી વધુ ઉમેદવારો સુરેન્દ્રનગર ખાતે આવ્યાં છે.

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણના વોર્ડનં.6ની સુડવેલ-ઠાકરનગર 30 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત

આ ભરતી પ્રક્રિયા વ્યવસ્થિત થાય તે હેતુથી સમગ્ર ગુજરાતમાંથી ઉચ્ચતર કક્ષાના અધિકારીઓને બેસાડવામાં આવ્યાં છે. સુરેન્દ્રનગરના સ્થાનિક પોલીસમાંથી ડીવાયએસપી પટેલ તેમજ ડીવાયએસપી દોશીને બેસાડવામાં આવ્યાં છે. તેમજ પોલીસ સ્ટાફ સાથે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક હજારથી વધુ લોકોએ જવાહર ગ્રાઉન્ડ ખાતે પ્રથમ દિવસે શારીરિક કસોટીની પરીક્ષા આપી છે.

ભરતી પ્રક્રિયામાં કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય તે માટે સમગ્ર ગ્રાઉન્ડની ફરતે સીસીટીવી લગાવવામાં આવ્યાં છે અને આ ભરતી પ્રક્રિયાને સીધી લાઈવ ગુજરાત રાજ્યના ભરતી પ્રક્રિયાના અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવી રહી છે.

ધ્રાંગધ્રાના કલ્યાણપુર ગામે 9 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link