સુરેન્દ્રનગર વઢવાણ વાઘેશ્વરી ચોકમાં ગટરના ખોદકામ બાબતે માથાકૂટ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ વાઘેશ્વરી ચોકમાં ગટરના ખોદકામ બાબતે માથાકૂટ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

  • ગટરના ખોદકામ બાબતે માથાકૂટ
  • જાનથી મારી નાંખવાની ધમકી
  • ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી
સુરેન્દ્રનગર વઢવાણ વાઘેશ્વરી ચોકમાં ગટરના ખોદકામ બાબતે માથાકૂટ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર વઢવાણ વાઘેશ્વરી ચોકમાં ગટરના ખોદકામ બાબતે માથાકૂટ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

વઢવાણ વિસ્તારના વાઘેશ્વરી ચોકમાં ગટરના ખોદકામ બાબતે માથાકૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ. વઢવાણ વાઘેશ્વરી ચોકમાં દીવાન સાહેબની ડેલી તરીકે ઓળખાતા વિસ્તારમાં રોડ ઉપર ગટરનું કામ ચાલુ હતું. તે બાબતે માથાકુટ થઇ હતી.

બનાવની તારીખ 26 જૂનને શનિવારે બપોરે ફરિયાદી સ્મિતાબેન રાવલ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકાનું ગટરનું રીપેરીંગ કામ ચાલુ હોય તે દરમિયાન ઈસમોએ મકાન આગળ ખોદકામ નહીં કરવા દઈ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઇ છે.

સુરેન્દ્રનગર વઢવાણ રોટરી ક્લબ અને ઝાલાવાડ ચેમ્બર સહિતના સંયુક્ત ઉપક્રમે મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું ઉદ્ઘાટન કરાયું

બનાવની વઢવાણ વાઘેશ્વરી ચોકમાં રહેતા ભરતસિંહ સિંધવ, ભરતસિંહના પત્ની તેમજ ભરતસિંહના દીકરા સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ગોહિલ ચલાવી રહ્યા છે.

પ્રાથમિક શાળામાં એલ.ઇ.ડી.ની ચોરી

વધુ સમાચાર માટે…