સુરેન્દ્રનગર વઢવાણના ધરમ તળાવ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ
- વઢવાણના ધરમ તળાવ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ.
- પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા પોલીસે આ બનાવમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.
વઢવાણના ધરમ તળાવ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. વઢવાણના ધરમ તળાવ પાસે આવેલ બેઠા પુલ રોડ ઉપર રાત્રિ કરફ્યુ જાહેર હોવા છતાં બિનજરૂરી રીતે બહાર નીકળી જાહેરનામા નામાનો ભંગ કરતા પોલીસ ફરિયાદ થવા પામી છે.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી
આ બનાવની પોલીસે ઈસમને જાહેરમાં આંટા મારતા હોવા બાબતે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા પોલીસે આ બનાવમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. આ બનાવની પોલીસ કર્મચારી અર્જુનસિંહ પરમારે રતનપર સુધારા પ્લોટ પાસે રહેતા વિનોદભાઈ માધુભાઈ દેવીપુજક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દેવીસંગ ચૌહાણ ચલાવી રહ્યા છે.