Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી નીતીન ડારજીભાઈ પટેલની 10 મીટર ખેતીની જગ્યા પર સીદાર હબીબભાઇ સીપાઈએ પચાવી પાડી હતી. અને છેલ્લા ચાર વર્ષથી તેમાં વિવિધ પાકોનું વાવેતર કરીને ઉપજ-નીપજ લેતા હતા.
આ અંગે નીતીન ડારજીભાઈ પટેલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની ગત તા. 18/8/2023ના રોજ રજુઆત કરી હતી. જેમાં ફરિયાદી, જમીન પચાવી પાડનારના નીવેદન અને નાયબ કલેકટર, મામલતદાર અને સર્કલ ઓફિસર સહિતના તપાસના અહેવાલ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રચાયેલી જિલ્લા કક્ષાની તા. 21/10/2023ના રોજ યોજાયેલી કમિટીની બેઠકમાં આવ્યા હતા.
આ સરકારી જગ્યા તથા ખાનગી માલીકીની જગ્યા પર દબાણ થયું હોવાનું સામે આવતા જિલ્લા કલેકટરે આ કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જેના અનુંસંધાને દસાડા ઇન્ચાર્જ મામલતદાર અને પાટડીની ઓમ રેસીડેન્સીમાં રહેતા ધવલ ઘનશ્યામભાઈ રામાનુજે બજાણા પોલીસ મથકે સીદાર હબીબભાઇ સીપાઈ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ બનાવની વધુ તપાસ ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત ચલાવી રહ્યાં છે.
Dumper caught fire – લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી