વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી, કોરોનાના પ્રશ્ન અંગે કરી રજુઆત

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી, કોરોનાના પ્રશ્ન અંગે કરી રજુઆત

  • સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધવા સાથે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે.
  • સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે દોડી ગયા હતા
  • કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા પણ અહીં કોઈ જ જવાબદાર માણસ કલેક્ટર કચેરીમાં હજાર નથી.
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી, કોરોનાના પ્રશ્ન અંગે કરી રજુઆત
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી, કોરોનાના પ્રશ્ન અંગે કરી રજુઆત

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી. જિલ્લામાં દર્દીઓને પડતી હાલાકી દૂર કરવાની માંગ કરાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધવા સાથે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર ની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

હોસ્પિટલોમાં દર્દીને સુવ્યવસ્થિત સારવાર ન મળતાં તેમજ ટેસ્ટિંગની કિટની અછત મામલે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે દોડી ગયા હતા

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રયાભાઈ રાઠોડ ની આગેવાની હેઠળ સુબોધભાઈ જોશી અને શાહેદભાઈ સોલંકી સહિતના આગેવાનોએ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જ્યાં કોરોના કેસોની સંખ્યા કંટ્રોલ કરવા અને દર્દીઓને પડતી અગવડતા દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડની કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અહીં કલેક્ટરશ્રીને મળવા આવ્યો છું. સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા આખના દરેક તાલુકામાં થી ઘણા બધા કોરોના ના પ્રશ્નો છે. દવાખાના ના પ્રશ્નો છે. ટેસ્ટિંગના પ્રશ્નો છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન

તેની રજૂઆત કરવા માટે માહિતી લેવા માટે અને લોકોને ઉતેજીત થવા માટે અમે કલેક્ટર કચેરીએ આવ્યા છી ત્યારે અહીં જાણવા મળ્યું કે કોઈ જવાબદાર માણા કલેક્ટર કચેરીમાં હાજર નથી આવી મહામારી ચાલી રહી છે.

લોકો મરી રહ્યા છે લોકોને મહા મુશ્કેલીઓ છે. સમગ્ર જિલ્લાના લોકોને દવાખાના દવાખાનામાં બેડ મળતા નથી દવાખાનામાં ઇન્જેક્શનો મળતા નથી અમારા જિલ્લા પંચાયતના એક સભ્ય છે. તેના મધર ચાર દિવસથી ટીબી હોસ્પિટલમાં છે. ચાર દિવસથી બધી જગ્યાએ આટા મારે છે. દરદર ભટકેશે એક ઇન્જેક્શન માટે ભટકેશે એવા અનેક પ્રશ્નો અમારી પાસે આવ્યા છે.

પ્રશ્નનો નિકાલ લાવા માટે સરકારને અને લોકોને ઉપયોગી થવા માટે અમે શું ઉપયોગી થઈ શકીએ એ ભાવનાથી અમે કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા પણ અહીં કોઈ જ જવાબદાર માણસ કલેક્ટર કચેરીમાં હજાર નથી.

અમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી અને લોકો મરે કે લોકો જીવે ભગવાન ભરોસે આ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે. સરકાર તરફથી કોઈ જે પગલાં લેવા જોઈએ એ પગલા કોઈ દવાખાનામાં લેવાતા નથી. લોકોને પૂરતા ટેસ્ટિંગ થતાં નથી પૂરતી સગવડો મળતી નથી બેડ મળતા નથી. સાયલામા આઇટી કોલેજમાં કોવિડ સેન્ટર પણ ઉભુ કર્યુંતુ કરોડો રૂપિયા ખર્ચીને ઉભુ કર્યુતુ એ કોવિડ સેન્ટર બધા જ બેડ ત્યાંથી ઉઠાવી લઈ અને એ પણ કોવિડ સેન્ટર બંધ કરવામાં આવ્યું છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ