વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ

Photo of author

By SOHAM 24 NEWS

વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ

Google News Follow Us Link

વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ

  • વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ
  • વિશ્વની અજાયબી સ્વરૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફુટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ
  • સાંજે 7 કલાકે કાર્ય પ્રારંભ સમારોહ યોજાશે

અમદાવાદ શહેરના જાસપુર ખાતે નિર્માણ થનાર વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ થયો છે. આજે શતચંડી મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દીપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન પણ કરાયું છે. સાંજે 7 કલાકે કાર્ય પ્રારંભ સમારોહ યોજાશે જેમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધો. 1થી 5ના 87,000 વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થશે

– જાસપુર ઉમિયાધામ ખાતે શ્રી શતચંડી મહાયજ્ઞની શરૂઆત

જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઊજાગર કરવાના સંકલ્પ સાથે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન 4થી માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થયો હતો. વિશ્વની અજાયબી સ્વરૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફુટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ 22 નવેમ્બર 2021ને સોમવારના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યો છે. વિશ્વ ઉમિયાધામના નિર્માણ ભગીરથી મા ગંગાના જળનો ઉપયોગ થાય એ હેતુથી ગંગા જળથી ભરેલાં 108 કળશનું મંદિર પરિષરમાં બપોરે 12.15 કલાકે પૂજન કરાશે.

વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ

– શાસ્ત્રો અનુસાર 10 નવચંડી યજ્ઞનું ફ્ળ એક શતચંડી મહાયજ્ઞમાં મળે

વિશેષરૂપે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પરિભ્રમણ કરેલાં નિધિ કળશનું વિશ્વઉમિયાધામ મંદિરમાં મહાપૂજન કરાશે. વિશ્વઉમિયાધામ નિર્માણ કાર્યના શુભપ્રસંગે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે 8.30 કલાકે થઇ ગયો છે. જેની પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે થશે. શાસ્ત્રો અનુસાર 10 નવચંડી યજ્ઞનું ફ્ળ એક શતચંડી મહાયજ્ઞમાં મળે છે.

અમારે કોઈનું ધર્મપરિવર્તન નથી કરવું, પરંતુ જીવવાની પદ્ધતિ શીખવવી છેઃ મોહન ભાગવત

– શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસનમુક્તિ જનજાગૃતિ તથા કોરોના અને વેક્સિનેશન જાગૃતિનો

વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યપ્રારંભ પ્રસંગે અમદાવાદ એસ.જી.હાઈવે સ્થિત એસજીવીપી ગુરુકુળથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં હાથી, ઘોડા અને ઊંટ સહિત અનેક ભક્તો જોડાશે. શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસનમુક્તિ જનજાગૃતિ તથા કોરોના અને વેક્સિનેશન જાગૃતિનો છે.

અત્યંત દુ:ખદ સમાચાર, અનુપમા શોની આ અભિનેત્રીનું નિધન, શોકમાં ડૂબી ‘અનુપમા’

વધુ સમાચાર માટે…

સંદેશ

Google News Follow Us Link