Site icon સોહમ 24 ન્યુઝ

Consumer Protection Forum Verdict – મેડિકલ વેપારીને 30 દિવસમાં ખર્ચની રકમ ચૂકવવા હુકમ કરાયો

Consumer Protection Forum Verdict – મેડિકલ વેપારીને 30 દિવસમાં ખર્ચની રકમ ચૂકવવા હુકમ કરાયો

ફરિયાદીના પત્નીને ઢીંચણના ઓપરેશન માટે 2.52 લાખથી વધુ ખર્ચ થયો હતો.

Google News Follow Us Link

સુરેન્દ્રનગરમાં મેડિકલ વીમા પોલિસી લીધા બાદ ખર્ચની પૂર્તિ રકમ વીમા પોલિસી કંપનીએ ન ચૂકવતા આ બાબતનો કેસ સુરેન્દ્રનગરની ગ્રાહક સુરક્ષા ફોરમમાં ચાલી રહ્યો હતો. સુરેન્દ્રનગરના મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી કેતનભાઇ ચંદુલાલ દોશીએ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પરિવાર માટે ગ્રુપ પોલિસી લીધી હતી.

પોલીસી દરમિયાન તેઓના પત્નીને ઢીંચણની તકલીફ બાબતે અમદાવાદની એક હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાની ફરજ પડી.. જેનો ખર્ચ 2 લાખ 52 હજાર 230 થયો હતો. મેડીક્લેમ દાખલ કરતા વીમા કંપનીએ 1 લાખ 49 હજાર 675 ચૂકવી આપેલ.. બાદમાં બાકી રહેતા રૂપિયા માટે સુરેન્દ્રનગરના વેપારીએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કર્યો હતો. બાદમાં ફરિયાદીના વકીલ અંકિતભાઈ જે કોઠારી દ્વારા પોલીસી સાથે જરૂરી પુરાવાઓ રજૂ કર્યા હતા.

જે પુરાવાઓને ગ્રાહક સુરક્ષા ફોરમના પ્રમુખ અન્નપૂર્ણાબેન કંસારા, સભ્ય અર્ચનાબેન પંડ્યા તેમજ સંજય કુમાર વાઘેલાએ ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો. જેમાં વીમા પોલિસીને દિવસ 30 ની અંદર 89,050 તેમજ ફરિયાદ દાખલ કર્યાની તારીખથી સાત ટકા વ્યાજ સહિત માનસિક ત્રાસના 2000 અને ફરિયાદ ખર્ચના 1000 ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે.

Vankar Samaj – સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારો નિમાયા

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version