સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ચૂંટણી નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ

Photo of author

By rohitbhai parmar

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ચૂંટણી નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ચૂંટણી નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ચૂંટણી નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ

  • સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને સમાહર્તાશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી, સભા ખંડ ખાતે ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની એક સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિમાયેલા ચૂંટણીલક્ષી વિવિધ બાબતોનાં નોડલ અધિકારીશ્રીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.

ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ માટે તાલીમ, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃતિઓ સહિતની બાબતોનાં નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા ચૂંટણીની સંભવિત તારીખ પહેલા તમામ પૂર્વ તૈયારીઓ સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અને તે રીતે આયોજન કરવા અંગે માર્ગદર્શન-નિર્દેશ આપ્યા હતા.

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ચૂંટણી નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સમગ્ર જિલ્લામાં મતદાર યાદી સંબંધિત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી ફોર્મ-6, 7 અને 8 અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સંવેદનશીલ મતદાન મથકોની સમીક્ષા કરી યોગ્ય પોલિસ બંદોબસ્ત અંગે આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. મતદારો લોકશાહીના પર્વનો લાભ લઈને, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યકમો યોજવા તેમણે સૂચના આપી હતી.

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ચૂંટણી નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ

ચૂંટણી પંચનાં નિર્દેશ અને સૂચના અનુસાર ઈવીએમ મથકો, મતદાન મથકો પર દિવ્યાંગો મતદારો માટેની વ્યવસ્થા,

ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ, ચૂંટણી નિરીક્ષકો માટે કરવાની વ્યવસ્થાઓ

સહિતની બાબતો અંગે તેમણે ચર્ચા હાથ ધરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, અધિક નિવાસી કલેકટરશ્રી દર્શના ભગલાણી, નાયબ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.કે.મજેતર સહિત તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોમિડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન, છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link