કોરોનાના કેસો વધતા ગુજરાતમાં પ્રતિબંધોની શરૂઆત! હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે ફરીથી લાગુ કરાયા નિયમો
હેર સલૂન અને બ્યૂટી પાર્લરમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને પ્રવેશ અપાશે: કર્મચારીઓને રસીના બંને ડોઝ મુકાવી લેવા માટે જણાવવામાં આવ્યું
- ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત કોરોના વિસ્ફોટ
- હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે કોવિડ ગાઈડલાઈન
- હેર સલૂન અને બ્યૂટી પાર્લરમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત કોરોના વિસ્ફોટથી થઈ હતી. ગત રોજ રાજયમાં કોરોનાનાં કેસો હજારને પાર પહોંચી ગયા હતા. કોરોનાના કેસોની સાથે રાજયમાં ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં રાજયમાં ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે ફરીથી પ્રતિબંધો લગાવવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજયના હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ઓમિક્રોન મુકત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપુર્ણપણે લાગુ કરવામાં આવી છે.
રાજયમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વિવટર હેન્ડલ પર આજે તસવીર શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા.
મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરો
ગુજરાત પોલીસ દ્વારા રાજયના હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ઓમિક્રોન મુકત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપુર્ણપણે લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્વીટ કરાયેલ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેર સલૂન અને બ્યૂટી પાર્લરમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવામાં આવશે. સાથે જ કર્મચારીઓને રસીના બંને ડોઝ મુકાવી લેવા, માસ્ક તથા હાથમોજા પહેરી રાખવા માટેના આદેશ કરાયા હતા. તેમજ સલૂન અને પાર્લરના માલિકોને ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.
હવે કોરોના અને ફ્લૂનો ડબલ એટેક, નામ છે ફ્લોરોના; જાણો કેમ છે એ ખતરનાક? શું છે લક્ષણો