વિમલનાથ જૈન દેરાસર ખાતે કોરોના રસીકરણ અભિયાન યોજાયું, 200 લોકોએ રસી લીધી

Photo of author

By SOHAM 24 NEWS

વિમલનાથ જૈન દેરાસર ખાતે કોરોના રસીકરણ અભિયાન યોજાયું, 200 લોકોએ રસી લીધી

વિમલનાથ જૈન દેરાસર ખાતે કોરોના રસીકરણ અભિયાન યોજાયું, 200 લોકોએ રસી લીધી
વિમલનાથ જૈન દેરાસર ખાતે કોરોના રસીકરણ અભિયાન યોજાયું, 200 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગરમાં જૈન સમાજ દ્વારા કોરોના રસીકરણ અભિયાન યોજાયું. સુરેન્દ્રનગર શહેરમાં લોકોને કોરોનાની મહામારી સામે રક્ષણ પૂરું પાડતી કોરોનાની રસી લોકોને આપવામાં આવી રહી છે. 45 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં વિમલનાથ જૈન દેરાસર ખાતે કોરોના રસીકરણ અભિયાન યોજાયું. જેમાં 200 જેટલા લોકોએ કોરોના રસીનો લાભ લીધો. સુરેન્દ્રનગર શહેરમાં લોકોને કોરોનાની મહામારી સામે રક્ષણ પૂરું પાડતી કોરોનાની રસી લોકોને આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર આવેલ એક હોટલના પાછળના ભાગમાં વિમલનાથ જૈન દેરાસર ખાતે જૈન સમાજના લોકોએ કોરોનાની રસી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી તેમજ જૈન સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને લોકોના મનમાં રહેલ કોરોના પ્રત્યેનો ભ્રમ દૂર કરીને નિરભય પણે રસી લેવા જણાવ્યું હતું જેમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 45 વર્ષથી ઉપરના લોકોએ આરોગ્ય વિભાગના સહયોગથી કોરોના સામે રક્ષણ પૂરું પાડતી 200 જેટલા લોકોએ કોરોનાની રસી લીધી હતી.

રાજકોટ નેશનલ હાઈવે ઉપર છરીના ઘા મારી લૂંટમાં વપરાયેલ કાર સહિત એક બ્લેક કલરની જીપને પોલીસે કબ્જે કરી