સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો હતો
- સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો હતો દોઢસોથી વધુ લોકોએ નિર્ભયપણે રસી લીધી.
- લોકોએ સવારથી જ ઉત્સાહ દાખવીને કોરોના વેક્સિન કેમ્પનો લાભ લીધો હતો.
સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો હતો દોઢસોથી વધુ લોકોએ નિર્ભયપણે રસી લીધી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર લોકોને કોરોનાની મહામારીથી બચાવવાના ભાગરૂપે કોરોના વેક્સિન કેમ્પો યોજાઇ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ સુપ્રસિધ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ સવારથી જ ઉત્સાહ દાખવીને કોરોના વેક્સિન કેમ્પનો લાભ લીધો હતો. ત્યારે આ આયોજનમાં દોઢસોથી વધુ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવનાર હોવાનું મંદિર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો
જય હટકેશ સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અલગ-અલગ સંસ્થાઓ દ્વારા જે રસીકરણનો આયોજન થઈ રહ્યું છે. એ અનુસંધાને સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર દ્વારા પણ આજ રોજનું રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં ઉત્સાહ વધારે છે. સવારે 9 વાગ્યાથી રસીકરણની વિધિ ચાલુ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 35 લોકોએ રસી લઈ લીધી છે. અને અમારો ટાર્ગેટ રાજીસ્ટેશન થયું છે એ મુજબ સવાસોથી દોઢસો રસીકરણ કરવામાં આવશે. વડીલો જે છે. સિનિયર સિટીઝન છે 80 વર્ષ ઉપરના એ લોકો પણ રાજીસ્ટેશન કરાવ્યુ છે. અને સમાજમાં એક સારો એવો મેસેજ જાય એ માટે લોકો આગળ આવી અને જે સરકાર દ્વારા રસીકરણનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાં બધા સાથ સહકાર આપે અને રસીકરણ અને કોરોના સામે આપણે બધાય ફાઇટ કરીયે.
ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી