ગેસ્ટ હાઉસમાં કોરોના દર્દીની સારવાર દરોડા અને તપાસમાં ગેરકાયદે પ્રવૃતિઓ પકડાઈ

Photo of author

By SOHAM 24 NEWS

ગેસ્ટ હાઉસમાં કોરોના દર્દીની સારવાર દરોડા અને તપાસમાં ગેરકાયદે પ્રવૃતિઓ પકડાઈ

  • ચોટીલા પંથકમાં કોરોના દરરોજ કુદકે ભૂસકે વધી રહ્યો છે
  • ગેસ્ટ હાઉસના કેટલાક રૂમમાં બેડ પર દર્દીઓ દાખલ હતા.
  • ત્રણ દિવસથી કોવિડ સારવાર ચાલુ થયેલ હોવાનું કહેવાય છે.
  • ડૉક્ટરની પૂછપરછ કરતા પોતે એમ.ડી.પીડીયાટ્રીક હોવાનું જણાવ્યું હતું.
ગેસ્ટ હાઉસમાં કોરોના દર્દીની સારવાર દરોડા અને તપાસમાં ગેરકાયદે પ્રવૃતિઓ પકડાઈ
ગેસ્ટ હાઉસમાં કોરોના દર્દીની સારવાર દરોડા અને તપાસમાં ગેરકાયદે પ્રવૃતિઓ પકડાઈ

ચોટીલા પંથકમાં કોરોના દરરોજ કુદકે ભૂસકે વધી રહ્યો છે ત્યારે ખાનગી દવાખાના હૉસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટેલ છે. ચોટીલા આરોગ્ય અધિકારી એસ.કે.ઉપાધ્યાય, મામલતદાર પી.એલ.ગોઠી તથા પી.આઇ. એન.એસ.ચોહાણ સહિતની ટીમે હાઇવે પર આવેલ એક ગેસ્ટ હાઉસમાં છાપો મારતા કોવિડ જેમ દર્દીઓની સારવાર મળી આવતા ચોંકી ઊઠ્યા હતા. ગેસ્ટ હાઉસના કેટલાક રૂમમાં બેડ પર દર્દીઓ દાખલ હતા. જેઓની સારવાર ચાલતી હતી.

મેડીસીન, બાટલા, ઓક્સિજનના સિલિન્ડર(બાટલા)ઓ પડેલા જોવા મળ્યા હતા. સારવાર કરતા ડૉક્ટરની પૂછપરછ કરતા પોતે એમ.ડી.પીડીયાટ્રીક હોવાનું જણાવ્યું હતું. અહિંયા ત્રણ દિવસથી કોવિડ સારવાર ચાલુ થયેલ હોવાનું કહેવાય છે. જો કે કાયદેસર કોઈ પગલાં લેવાયા નથી. આ અંગે આરોગ્ય અધિકારી શ્રી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ડૉક્ટરે કોવિડ હૉસ્પિટલ શરૂ કરવા અરજી આપેલ છે. પણ અમે મંજૂરી આપેલી નથી.

થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ

જીલ્લામાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં રેમડેસિવીર ઈન્જેકશન મેળવવા લોકોને હાડમારી સાથે રઝળપાટનો ઘાટ સર્જાયો છે. જ્યારે જિલ્લા કલેક્ટરશ્રી કે.રાજેશે સરકારી ગાંધી હૉસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા ધ્રાંગધ્રાની શ્રીજી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હૉસ્પિટલ પ્રિસ્ક્રિપશન સાથે રેમડેસિવીર ઈન્જેકશન લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું. ઈન્જેકશન માટે દર્દીની કોઈ સારવાર અંગેની હિસ્ટ્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાનું બહાર આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું

વધુ સમાચાર માટે…