ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન : સુરેન્દ્રનગર પ્રીમિયર લીગના ઓક્સનમાં 9 ટીમ માટે 602 ખેલાડીએ ભાગ લીધો
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ યુવા મોર્ચા અને ઝાલાવાડ એકતા સમિતિ દ્વારા જિલ્લા ભાજપ યુવા મોરચા પુર્વ પ્રમુખ સ્વ.મૃગેશભાઇ રાઠોડની યાદમાં આઇપીએલ થીમ આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેની ટીમોના ખેલાડીઓનું આઇપીએલ જેમ ઓક્સન યોજાયું હતું.
- સુરેન્દ્રનગર જિલ્લામાં આઇપીએલ થીમ આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
- 3.40 કરોડ પોઇન્ટ સાથે કુદલીપ રાવલ મોંઘા ખેલાડી બન્યા હતા.
- આઇપીએલની જેમ ખેલાડીઓના ઓક્સન ટેલ શિવ ઇન્ટરનેશનલ ખાતે યોજાયું હતું
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ યુવા મોર્ચા અને ઝાલાવાડ એકતા સમિતિ દ્વારા જિલ્લા ભાજપ યુવા મોરચા પુર્વ પ્રમુખ સ્વ.મૃગેશભાઇ રાઠોડની યાદમાં આઇપીએલ થીમ આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેની ટીમોના ખેલાડીઓનું આઇપીએલ જેમ ઓક્સન યોજાયું હતું. જેને 9 ટીમે 602 ખેલાડી માટે પોઇન્ટમાં બોલી લગાવતા 3.40 કરોડ પોઇન્ટ સાથે કુદલીપ રાવલ મોંઘા ખેલાડી બન્યા હતા.
ઝાલાવાડના ખેલાડીઓને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડવાનો મોકો મળે માટે ઝાલાવાડ એકતા સમિતિ અને જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ સ્વ.મૃગેશભાઇ રાઠોડ પૂર્વ જિલ્લા યુવા ભાજપ પ્રમુખની યાદમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જે આઇપીએલની જેમ ખેલાડીઓના ઓક્સન ટેલ શિવ ઇન્ટરનેશનલ ખાતે યોજાયેલ આ ઓક્શનમાં 9 ટીમે 602 ખેલાડી માટે હરાજીમાં ભાગ લીધો હતો.
આ હરાજીમાં IPLમાં દિલ્હી ડેરડેવિલ્સના ખેલાડી કુલદીપ રાવલ મટવા સૌથી વધુ 3.40 કરોડ પોઇન્ટની બોલી લાગી હતી.આથી ઓમેક્સ ફાઇટર્સ, પાવર ટ્રેક ચેલેન્જર્સ, સનસાઇન સ્ટાર્સ, ઇલાઇટ રીવેન્જર્સ, ડ્રીમ ડેરડેવીલ્સ, અર્જુન નાઇ્ટસ, સુરેન્દ્રનગર યુનિવર્સિટી, જય માતાજી 11, ઝાલાવાડ લાયન્સ, મોટસન ટાયગર્સ ટીમો આગામી તા.4 થી 16 ઓક્ટોબર દરમિયાન એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ મેદાનમાં ક્રિકેટ મેચો રમશે. જેમાં દરેક ટીમ અન્ય 9 ટીમ સાથે બે મેચ રમશે જે 10 ઓવરની હશે. જેનું લાઇવ પ્રસારણ યુટ્યુબ ગુજરાત ટેનિસ ક્રિકેટ પર કરવામાં આવશે.
આ ઓક્સનમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, જિલ્લા ક્ષત્રિય સમાજ પ્રમુખ ડો.રૂદ્રદત્તસિંહ ઝાલા, સ્પોર્ટ્સ યુનિવર્સીટીના ઉપકુલપતી અર્જુનસિંહ રાણા, વડવાળા મંદિર દુધરેજના કોઠારી મુકુંદદાસજી, જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ સિદ્ધરાજસિંહ ઝાલા, જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઇ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ આયોજન સફળ બનાવવા ઝાલાવાડ એકતા સમિતિના પ્રમુખ, ગિરિરાજસિંહ ઝાલા સહિત ટીમ પ્રયાસ કરી રહી છે.
મુનિબાવા મંદિર : થાન માડવ વનમાં આવેલું 10 મી સદીનું સ્થાપત્ય ધરાવતું મુનિબાવા શિવ મંદિર