વઢવાણ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સિટી સ્કેન તથા સોનોગ્રાફીનું મશીન બંધ, પતરાવાળી વિસ્તારમાં બોર્ડ મૂકાયા
- સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સિટી સ્કેન તથા સોનોગ્રાફીનું મશીન બંધ હોવાના કારણે જાગૃત નાગરિક અશોકભાઈ જી. પારેખ દ્વારા શહેરની પતરાવાળી વિસ્તારમાં બોર્ડ મૂકવામાં આવ્યા છે.
- ગરીબ મધ્યમ વર્ગના બીમાર દર્દીઓને સિટી સ્કેન અને સોનોગ્રાફી તેમાં સોનોગ્રાફીના રૂપિયા 800 થી 1400 ખર્ચ કરવો પડે છે.
- કોરોના સિટી સ્કેનના રૂપિયા 3000નો ખર્ચ કરવો પડે છે.
- સીટી સ્કેન તથા સોનોગ્રાફીના મશીનરી શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સિટી સ્કેન તથા સોનોગ્રાફીનું મશીન બંધ હોવાના કારણે જાગૃત નાગરિક અશોકભાઈ જી. પારેખ દ્વારા શહેરની પતરાવાળી વિસ્તારમાં બોર્ડ મૂકવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતપૂર્વ, વર્તમાન, ધારાસભ્ય સાંસદ સભ્ય નિષ્ક્રિયતા નિષ્ફળતાના કારણે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી અને સિટી સ્કેનની સગવડતા ન હોવાના કારણે ગરીબ મધ્યમ વર્ગના બીમાર દર્દીઓને સિટી સ્કેન અને સોનોગ્રાફી તેમાં સોનોગ્રાફીના રૂપિયા 800 થી 1400 ખર્ચ કરવો પડે છે.
લુહાર સુથારની વાડીમાં વુમન્સ ડે નિમિત્તે સહેલી ફેશન એકઝિબિશન યોજાયું
બીજી તરફ કોરોના સિટી સ્કેનના રૂપિયા 3000નો ખર્ચ કરવો પડે છે. ત્યારે શહેરની ગાંધી હોસ્પિટલમાં જે સિટી સ્કેનનું મશીન આવેલું છે. તે બંધ હાલતમાં હોવાના કારણે શહેરના જાગૃત નાગરિક અશોકભાઈ જી. પારેખ દ્વારા શહેરની પતરાવાળી ચોક વિસ્તારમાં મૂક્યા છે. અને આગામી દિવસોમાં સોનોગ્રાફી અને સિટી સ્કેનનું મશીન શરૂ કરી અને ગરીબ વર્ગને લાભ થાય તેવું કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
આ અનોખો પ્રકારનો વિરોધ પ્રદર્શન પણ નોંધાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે. કે અશોક જી. પારેખ દ્વારા શહેરની પતરાવાળી ચોક વિસ્તારમાં આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે. અને સીટી સ્કેન તથા સોનોગ્રાફીના મશીનરી શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.