Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સાયબર સેફટી

સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સાયબર સેફટી અને જીવન કુશળતા અંગે સેમિનાર યોજાયો

સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સાયબર સેફટી અને જીવન કુશળતા અંગે સેમિનાર યોજાયો

સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલ દ્વારા સાયબર સેફટી અને જીવન કુશળતા વિષે મહિલાઓને માહિતગાર કરવાના હેતુથી બી. એ. કન્યા વિદ્યાલય લીંબડી ખાતે સેમિનાર યોજાયો હતો.

સેમિનારમાં સાયબર ક્રાઇમ સુરેન્દ્રનગરના એ. એસ. આઇ. શ્રી રામદેવસિંહ ઝાલા તેમજ તેમની સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત દિકરીઓને સાયબર સેફટી અંગે માહિતગાર કરવા માટે એક વિશેષ પ્રસ્તુતિ આપવામાં આવી હતી તેમજ લીંબડી પી.આઇ.શ્રી રામસાહેબ દ્વારા દિકરીઓને મોબાઇલ ટેકનોલોજી દ્વારા ઉદ્ભવતા સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય તે બાબતે અને આવા સાયબર ક્રાઇમ સામે કેવા પગલાં લઇ શકાય તેવા મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી માહિતી આપવામા આવી હતી. આ સાથે જ લીંબડી તાલુકા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી મુલતાનીભાઇ દ્વારા મફત કાનુની સેવા સત્તા મંડળની પણ માહિતી આપવામાં આવી હતી.

ઉપરાંત આરોગ્ય વિભાગના ડૉ. વૈભવભાઇ બેલાણી દ્વારા દિકરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

 

Exit mobile version