Lakhatar – લખતર બસ સ્ટેન્ડમાં રોજ કર્મચારીઓ બદલાતા પરેશાની

Photo of author

By rohitbhai parmar

Lakhatar – લખતર બસ સ્ટેન્ડમાં રોજ કર્મચારીઓ બદલાતા પરેશાની

Google News Follow Us Link

Daily change of employees in Lakhatar bus stand is a problem

લખતર સુરેન્દ્રનગર એસટી ડેપોનો વહીવટ જાણે નબળો થઈ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ડેપોની બસો પણ રસ્તા વચ્ચે ખરાબ થઈ જાય છે. જેના લીધે મુસાફરો હેરાન થતા હોય છે. ત્યારે હવે આ ડેપો હેઠળના લખતર કંટ્રોલ પોઇન્ટમાં રોજ કર્મીઓ બદલાતા ખાસ કરીને વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડી રહી છે. કારણ કે, વિદ્યાર્થીઓને પાસ કઢાવવાનો હોય ત્યારે રોજ-રોજ અલગ અલગ કર્મચારીઓ કંટ્રોલ પોઇન્ટમાં હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાઈ રહ્યા છે. તો અમુક મુસાફરો પણ જુદા-જુદા કર્મીઓને કંટ્રોલમાં જોઈ અચંબામાં મૂકાઈ જતાં હોય છે. ત્યારે આ કંટ્રોલ પોઇન્ટમાં કર્મચારી બદલાવવાની જગ્યાએ કોઈ ફિક્સ કર્મચારી જ રાખવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Accident- વઢવાણ ડી માર્ટ ચોકડી પાસેના અકસ્માતમાં વધુ 1 યુવાનનું મોત

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link