Danger – સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તા બાજુનું નાળું 8 વર્ષથી સરંક્ષણ દીવાલ વગરનું
સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તા બાજુનું નાળું 8 વર્ષથી સરંક્ષણ દીવાલ વગરનું
- GIDC તરફ જવાના મુખ્ય માર્ગ પર નાળાના વળાંકમાં જ દીવાલો ન હોવાથી જોખમ
સુરેન્દ્રનગર–વઢવાણ તરફના મુખ્ય માર્ગ પર જ અડીને જીઆઇડીસી તરફ જવાનું નાળું આવેલુ છે. જે છેલ્લા 8 વર્ષથી બંને બાજુ દીવાલ વગરનું બિસ્માર હોવાની લોકોમાં રાવ ઉઠી છે. નાળા નીચે જ મસમોટી ગટર તેમજ વળાંક હોવાથી પસાર થતાં રાહદારીઓ-વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ દીવાલ વગરના નાળા માટે યોગ્ય કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર-વઢવાણ તરફના મુખ્ય માર્ગ પરથી જીઆઇડીસી તરફ જવાના અનેક રસ્તાઓ આવેલા છે. તો બીજી તરફ વઢવાણ જીઆઇડીસીના કારખાનાઓમાં મોટી સંખ્યામાં લોકો સહિતના કામદારો આવ-જા કરતાં હોય છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ તરફના રસ્તાને અડીને જ જીઆઇડીસી તરફ જવાનું નાળું આવેલુ છે.
સાયલાના ડોળિયા નજીક ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ પર ફાયરિંગ
આ નાળું છેલ્લા 8 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેનો કામદારો, કર્મીઓ તેમજ મજૂરો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. પરંતુ આ નાળાની બંને બાજુ સરંક્ષણ દીવાલ પણ ન હોવાથી પારાવાર હાલાકી સાથે રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
આ અંગે ભરતભાઈ ચાવડા, ગોવિંદભાઈ પરમાર વગેરે જણાવ્યુ કે, મુખ્ય રસ્તા પરથી જીઆઇડીસી તરફ જતાં આ નાળા નીચે જ મસમોટી ગટર પસાર થાય છે. કેટલીકવાર રાત્રે રસ્તા પરની લાઇટો બંધ હોવાથી અને નાળા પરની દીવાલો ન હોવાથી સાઇકલો, બાઇકોના પણ નીચે પડવાથી અકસ્માત થાય છે. આથી જો આ નાળાની બંને તરફ દીવાલો કરવામાં આવે તો મોટી દુર્ઘટના અટકી શકે આથી જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી હતી.