સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના આરોપીને હાજર થવા અંગેનું જાહેરનામું

Photo of author

By rohitbhai parmar

Declaration – સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના આરોપીને હાજર થવા અંગેનું જાહેરનામું

Google News Follow Us Link

સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના આરોપીને હાજર થવા અંગેનું જાહેરનામું

સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના જજશ્રી પી.એસ.ગઢવી દ્વારા તેમની કોર્ટમાં ચાલતા સેશન્સ કેસ નં.68/2018ના કામે આરોપી નં.(2) પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા ત.કોળી રહેવાસી ચોટીલા પોપટપરા, બાપા સીતારામવાળી શેરી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર આરોપી નં.(3) સદામભાઈ યુનુશભાઇ સમાણા મેમણ રહેવાસી હાલ અમદાવાદ, સરખેજ 9 અલીશા રેસીડેન્સી, 3 અંબર ટાવર સામે, ફતેવાડી (જુહાપુરા) અમદાવાદ ઉપર ક્રિ.પ્રો.કોડની કલમ-82 મુજબ આરોપીને હાજર થવા માટે જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આરોપી નં.(2) પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા ત.કોળી અને આરોપી નં.(3) સદામભાઈ યુનુશભાઇ સમાણા મેમણે ભારતના ફોજદારી અધિનિયમની કલમ 333,326,353,186,114 તથા જીપી એક્ટ 135 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે, અથવા કર્યો હોવાનો શક છે. અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવ્યો છે કે, સદરહું આરોપી નં.(2) પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા ત.કોળી રહેવાસી ચોટીલા પોપટપરા, બાપા સીતારામવાળી શેરી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર અને આરોપી નં.(3) સદામભાઈ યુનુશભાઇ સમાણા મેમણ રહેવાસી હાલ અમદાવાદ, સરખેજ 9 અલીશા રેસીડેન્સી, 3 અંબર ટાવર સામે, ફતેવાડી (જુહાપુરા) અમદાવાદ ખાતેથી મળી આવતા નથી, અને એવી ખાતરી કરાવવામાં આવી છે કે, આરોપી ફરાર થયેલ છે અથવા સદરહું વોરંટ પોતાના ઉપર બજે નહીં તે માટે સંતાતા ફરે છે.

આથી આ જાહેરનામું કાઢીને આરોપી નં.(2) પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા ત.કોળી અને આરોપી નં.(3) સદામભાઈ યુનુશભાઇ સમાણા મેમણને સદરહું ફરિયાદનો જવાબ આપવા સારું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-30માં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સવારના 10:30 કલાકે પોતાની જાતને સરન્ડર કરવા અથવા સેશન્સ જજ સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને જુનિયર ક્લાર્ક પરીક્ષા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link