...
- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરાયું

- Advertisement -

Dedication of the hospital – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરાયું

Google News Follow Us Link

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરાયું

  • ગ્લોબલ વોર્મિંગ પ્રકૃતિ સાથે મનુષ્યે કરેલી છેડછાડનું પરિણામ – રાજ્યપાલશ્રી
  • પ્રકૃતિની અણમોલ ભેટ સમાન હવા, પાણી અને જમીનને મનુષ્યની લાલચ અને અવિચારી પ્રવૃત્તિઓએ દૂષિત કર્યા – રાજ્યપાલશ્રી
  • ભારતને વિશ્વગુરુ બનાવવાના અભિયાનમાં વડાપ્રધાનશ્રીને સહયોગ કરવો સૌની ફરજ છે – રાજ્યપાલશ્રી
  • ગુરુકુળોમાં સમાજવાદની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ થતી જોવા મળે છે – રાજ્યપાલશ્રી
  • મનુષ્યદેહનો ઉપયોગ રાષ્ટ્ર, સમાજના કલ્યાણ અને સેવા અર્થે કરવા આહવાન કરતા રાજ્યપાલશ્રી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે આજે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણના તહેવાર પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવતા રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય પરંપરા અનુસાર જન્મથી મૃત્યુ વચ્ચેના સમયમાં ધર્મ, પરોપકાર અને દુઃખીઓની સેવા કરવાથી જ મનુષ્ય જન્મ સફળ ગણાય છે ત્યારે ધ્રાંગધ્રા જેવા નાના શહેરમાં દાતાઓના સહયોગથી 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થાય તે પ્રશંસનીય ઉપક્રમ છે.

દાતાઓને આ માટે અભિનંદન પાઠવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે માનવ શરીર માત્ર ખાવા-પીવા અને આરામ માટે નથી પરંતુ ધર્મ, અર્થ અને કામ કરતા-કરતા મોક્ષની પ્રાપ્તિ અર્થે છે એ ધ્યાનમાં રાખી સૌએ વરદાનરૂપે મળેલા આ મનુષ્યદેહનો ઉપયોગ રાષ્ટ્ર અને સમાજના કલ્યાણ અને સેવા અર્થે કરવા પ્રવૃત થવું જોઈએ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરાયું

વર્તમાન સમયમાં વિશ્વના અલગ-અલગ ભાગોમાં પ્રાકૃતિક આપદાઓના વધી રહેલા પ્રમાણ અને હવામાનના તીવ્રતમ ફેરફારો વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ પ્રકૃતિ સાથે આપણે કરેલી છેડછાડનું પરિણામ છે. પ્રકૃતિની વિના મૂલ્યે મળેલી અણમોલ ભેટ સમાન હવા, પાણી અને જમીનને મનુષ્યની લાલચ અને અવિચારી પ્રવૃત્તિઓએ દૂષિત કર્યા છે.

જીવન માટે આવશ્યક આ તત્વો દૂષિત થતા કેન્સર, ડાયાબીટીસ, બી.પી. સહિતના રોગોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે અને સરેરાશ સ્વાસ્થ્ય કથળ્યું છે ત્યારે આપણે સૌએ સમયસર ચેતી જઈને પ્રાકૃતિક ખેતી સહિત પ્રકૃતિએ બનાવેલી વ્યવસ્થામાં ખલેલ ન પડે તે પ્રકારની જીવનશૈલી અપનાવી જોઈએ. ખાનપાન સહિત આધુનિક જીવનશૈલીની મનુષ્યના સ્વાસ્થ્ય અને પ્રકૃતિ માટે હાનિકારક બાબતોને ત્યજી આપણા વડવાઓએ અપનાવેલી સાત્વિક જીવનશૈલી અપનાવવા તેમણે ટકોર કરી હતી. સમગ્ર સૃષ્ટિ માટે જવાબદારી અને કાળજીની ભાવના જ આપણને ભાવિ આફતોથી અને ધરતીને વિનાશથી બચાવશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરાયું

કોરોનાની વૈશ્વિક મહામારીમાં સરકારે લીધેલા પગલાઓની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ થયેલા દુરંદેશીભર્યા આયોજનથી આપણે એ મહામારીમાંથી ન્યૂનતમ નુકસાન સાથે બચી શક્યા છીએ. યુરોપ સહિત દુનિયાભરના દેશો ભારત માટે ચિંતા વ્યક્ત કરતા હતા ત્યારે ભારતે કોરોના પ્રતિરોધક સ્વદેશી રસી વિકસાવી પોતાના નાગરિકોને તો સુરક્ષિત કર્યા જ હતા સાથે-સાથે વિશ્વના 70 થી 80 જેટલા દેશોને કોરોનાની રસી અને દવાઓ પહોંચાડી વસુધૈવ કુટુંબકમની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યનિષ્ઠા અને દેશ પ્રત્યે સમર્પણભાવનું ઉદાહરણ આપતા રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું કે અંગત સુખનો ત્યાગ કરીને દેશની પ્રગતિ, વિકાસ અને ઉન્નતિ માટે પ્રધાનમંત્રીશ્રી અવિરતપણે કાર્યરત રહે છે ત્યારે ભારતને વિશ્વગુરુ બનાવવાના આ અભિયાનમાં તેમને સહયોગ કરવો આપણા સૌની ફરજ બને છે. જીવનમાં અધિકારો વિશે આપણે જેટલા જાગૃત છીએ એટલા જ જાગૃત આપણી જવાબદારીઓ પ્રત્યે બનીશું ત્યારે આપણા દેશ અને સમાજને ઉન્નતિના શિખરે પહોંચતા કોઈ રોકી નહિ શકે અને સૌના કલ્યાણની ભાવના પણ ત્યારે જ ચરિતાર્થ થશે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરાયું

ભાવિ પેઢીમાં સંસ્કાર સિંચન કરવાનું કાર્ય કરી રહેલા સ્વામિનારાયણ ગુરુકુળોની સમૃદ્ધ પરંપરા માટે આનંદ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે હજારો બાળકોને કોઈ ભેદભાવ વગર શિક્ષિત-દીક્ષિત કરતા આ ગુરુકુળોમાં સમાજવાદની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. ગુરુકુળનો વિદ્યાર્થી ગમે તે ક્ષેત્રમાં જાય એક જવાબદાર નાગરિક તરીકે વર્તે છે. ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોની જાળવણી સાથે શિક્ષણ આપતી ભારતીય ગુરુકુળ પરંપરાનો ઉદ્દેશ્ય એવા જવાબદાર માનવ અને સમાજનું નિર્માણ કરવાનો છે કે જે પોતાને અને સમાજને સાચા અર્થમાં સુખી કરે.

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતા વૃક્ષારોપણ, ગૌશાળા, જળ સંરક્ષણ અભિયાન, સામાજિક સુધારણાના કાર્યક્રમો, ગુરુકુળો અને હોસ્પિટલોનું નિર્માણ સહિતની પ્રવૃત્તિઓની સરાહના કરતા આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સેવાની ભાવના વાણી સાથે આપણા વર્તનથી વ્યક્ત થાય છે.

કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રીએ ગુરુકુળમાં આવેલી ગૌ શાળાની મુલાકાત લઈ ગાયોને ગોળ-ઘાસ ખવડાવ્યા હતા અને ગૌ શાળાની પ્રવૃત્તિ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળનાં સ્વામી રામકૃષ્ણદાસજીએ આશીર્વચન પાઠવીને સ્વાગત પ્રવચન અને ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરામોરા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણી સર્વે શ્રી અરજણભાઇ ધોળકિયા અને જયભાઈ ધડુકે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા તેમ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.

સાયલામાં ભુસ્તરશાસ્ત્રીશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લાના બ્લેકટ્રેપ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વોરી એસોસિએશનનાં સભ્યોની મીટીંગ મળી

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.