Site icon સોહમ 24 ન્યુઝ

Sant Savaiyanath – સુરેન્દ્રનગરમાં સંત સવૈયાનાથ સર્કલ પાસે સીસીટીવી કેમેરા મૂકવા માંગણી

Sant Savaiyanath – સુરેન્દ્રનગરમાં સંત સવૈયાનાથ સર્કલ પાસે સીસીટીવી કેમેરા મૂકવા માંગણી

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ વિસ્તારમાં આવેલ સંત સવૈયાનાથ સર્કલ પાસે સીસીટીવી મુકવા માટે તેમજ આ સર્કલનો ફુવારો લાંબા સમયથી બંધ હાલતમાં હોય તંત્ર દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક આગેવાન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

Google News Follow Us Link

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ સંત સવૈયાનાથ સર્કલ પાસેથી ઉમિયા ટાઉનશીપ, નવો 80 ફુટ રોડ, જીઆઇડીસી સહીના વિસ્તારમાં જતા અવરજવર કરતા હજારો વાહનચાલકો અંહીથી પસાર થાય છે અને અવારનવાર 80 ફુટ રોડ પર અવારનવાર ચોરી તેમજ એકસ્માતના બનાવો પણ બને છે તેમજ આ વિસ્તારમાં શાળાઓ આવેલી હોવાથી વિધાથીઓ પસાર થતાં હોય છે તેવા સમયે અમુક વાહનચાલકો ઓવરસ્પીડમાં વાહન લઈ પસાર થતાં અવારનવાર અકસ્માત સર્જી આવા વાહનચાલકો ફરાર થઈ જાય છે. ત્યારે આવા બનાવો અટકાવવા માટે સંત સવૈયાનાથ સર્કલ પાસે સીસીટીવી કેમેરા મુકવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક આગેવાને જિલ્લા કલેક્ટરને લેખીત રજૂઆત કરી હતી.

Matha Samachar – થાનનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રાખવાનો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો

જેમાં જણાવ્યું હતું કે, આવા અકસ્માત તેમજ ચોરી અને લૂંટ સહીતના બનાવો અટકે લોકોની સુરક્ષા માટે સંત સવૈયાનાથ સર્કલ પાસે સીસીટીવી કેમેરા મુકવામાં આવે તો આવા બનાવો બનતા અટકાવી શકાય અને જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો ગુનેગારોને પકડવામાં પણ સરળતા રહે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી સર્કલનો ફુવારો બંધ હાલતમાં છે તો તંત્ર દ્વારા ફુવારાનુ સમારકામ કરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ છે.

તેમજ મારૂતી પાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રીપાર્ક વગેરે સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી મિશ્રીત પાણી આવતું હોવાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવે છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે પણ સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં લોકમાંગ ઉઠવા પામી છે.

Cholera – ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાએ માથું ઊંચક્યું, રાજકોટમાં 4 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર, બચવા માટેના ઉપાયો

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version