વઢવાણ સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નંબર-2 માંથી દેશી દારૂ ઝડપી પડ્યો
- સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નંબર બે માંથી પોલીસે રેઇડ પાડી દેશી દારૂ ઝડપી લીધો.
સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નંબર બે માંથી પોલીસે રેઇડ પાડી દેશી દારૂ ઝડપી લીધો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં લક્ષ્મીપરા શેરી નંબર બે ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ જસુભા વાઘેલા તથા મુકેશભાઇ મનુભાઈને મળેલ બાતમીના આધારે લક્ષ્મીપરા શેરી નંબર બે ખાતે રેઇડ પાડી હતી.
પોલીસ તપાસ દરમિયાન મહિલાએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ રાખ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું. જ્યારે આ બનાવમાં હાજર નહીં મળી આવેલ અનુબેન હિરાભાઈ સામે પોલીસ કર્મચારી મહાવીરસિંહ બારડે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં જલારામ સોસાયટીમાં જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પડ્યા