Republic Day – લખતર ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ
- વિકાસ કાર્યો માટે 25 લાખનો ચેક આપ્યો
- 18 સ્વાતંત્ર્ય સેનાનીના પરિવાર, 75 અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન કરાયું
સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના 78મા સ્વાતંત્ર પર્વની ઉજવણી લખતર ખાતે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી હતી. તેમજ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર દ્વારા દેશ માટે બલિદાન આપનાર સપુતો તેમજ શહીદોનું સ્મરણ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ જિલ્લાના 18 સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત લખતર તાલુકાનાં વિકાસ કામો માટે કલેક્ટર દ્વારા રૂ.25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા જીલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર 75 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ અને સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. આ તકે લખતરની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જે તમામ કૃતિઓને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત સમાચાર