સુરેન્દ્રનગર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
જિલ્લાના ૬૮ ગામોમાં નળ કનેકશનની સુવિધા માટે રૂપિયા ૧૨૩૬.૨૦ લાખના કામોની મંજૂરી અપાઈ
- સુરેન્દ્રનગર જીલ્લા ખાતે “જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)” દ્વારા તા. ૧૨-૩-૨૦૨૧ના રોજ સમિતિની બેઠક યોજાઈ હતી.
- અંદાજે ૧૧,૪૬૬ ઘરોને નળ કનેકશનની સુવિધા મળશે.
“જલ જીવન મિશન” અંતર્ગત ‘નલ સે જલ’ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય સ્તરે દરેક ઘરોને પીવાનું પાણી નળ કનેક્શનથી મળતું થાય તેવો સરકારશ્રીએ લક્ષ્યાંક નક્કી કરેલ છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લા ખાતે “જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)” દ્વારા તા. ૧૨-૩-૨૦૨૧ના રોજ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં 68 ગામોની આંતરિક વિતરણ વ્યવસ્થા માટેની રૂપિયા ૧૨૩૬.૨૦ લાખની નવી યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, જેનાથી અંદાજે ૧૧,૪૬૬ ઘરોને નળ કનેકશનની સુવિધા મળશે. આ ૬૮ ગામો પૈકી ચોટીલાના ૧૮, સાયલાના ૧૬, લીંબડીના ૧૧, મુળીના ૭, લખતરના ૬, થાનના ૫, ચુડાના ૪ અને ધ્રાંગધ્રાના ૧ ગામનો સમાવેશ થાય છે.
આમ, કુલ ૬૮ ગામોમાં ૧૦૦% કુટુંબો નળથી પાણી મેળવતા થાય તે માટે રૂપિયા ૧૨.૩૬ કરોડની વહીવટી મંજૂરી જિલ્લા કલેકટર અને અધ્યક્ષશ્રી કે. રાજેશ દ્વારા આપવામાં આવી છે. આ માટે વાસ્મોના યુનિટ મેનેજરશ્રી જે. એ. રંગવાલા અને કો-ઓર્ડીનેટર તક્ષેશ મંડલી તથા સ્ટાફ કર્મચારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.