રણમાં ટ્રક-ડમ્પર વચ્ચે અકસ્માતમાં ચાલકનું મોત
- જે.સી.બી. અને ડમ્પરો સાથે મીઠું ખેંચવાની સિઝન
- 3-4 દિવસ રણમાંથી મીઠું ખેંચવાની સિઝન બંધ રહી
- ડમ્પર અને ટ્રક વચ્ચે રણની મધ્યમાં અકસ્માત સર્જાયો
પાટડીના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાંથી જે.સી.બી. અને ડમ્પરો સાથે મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ગત અઠવાડિયે આવેલા વાવાઝોડાના પગલે રણમાં વરસાદ ઝીંકાતા 3-4 દિવસ રણમાંથી મીઠું ખેંચવાની સિઝન બંધ રહી હતી. મંગળવારે ખારાઘોડા રણમાંથી ધૂળની ડમરીઓ વચ્ચે ડમ્પર અને ટ્રક વચ્ચે રણની મધ્યમાં અકસ્માત સર્જાયો હતો.
વઢવાણ સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય
આ અકસ્માતમાં ટ્રકના આગળના ભાગનો ભુક્કો બોલી જતા ટ્રકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા 108માં પાટડી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટ્રકચાલક પ્રહલાદભાઈ દેવશીભાઈ લોલડિયાનું મૃત્યુ થયું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતેથી પ્રમુખ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોના નામોની યાદી જાહેર કરાઈ