Rajkot Division Employees Honored – રાજકોટ ડિવિઝનના 11 કર્મચારીઓને DRMએ સન્માનિત કર્યા

Photo of author

By rohitbhai parmar

Rajkot Division Employees Honored – રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ DRM એ રાજકોટ ડિવિઝનના 11 કર્મચારીઓને સન્માનિત કર્યા

Google News Follow Us Link

રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ DRM એ રાજકોટ ડિવિઝનના 11 કર્મચારીઓને સન્માનિત કર્યા

રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 11 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી અનિલ કુમાર જૈન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુ માહિતી આપતાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ કર્મચારીઓને એપ્રિલ અને મે, 2023ના મહિનામાં રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ

મહિપાલ મકવાણા (ટ્રેન મેનેજર-હાપા), ઉત્કર્ષ પ્રતાપ સિંહ (સ્ટેશન માસ્ટર-લખતર), ઉદુભાઈ પનારા (ગેટ મેન-LC 04), અરુણ કુમાર (સ્ટેશન માસ્ટર- બિલેશ્વર), શ્રી જયેશ વી (ગેટ મેન-એલસી 41), અશોક મીણા (ટ્રેન મેનેજર-સુરેન્દ્રનગર), સી.એસ. ઝાલા (ડિવિઝનલ કોમર્શિયલ ઈન્સ્પેક્ટર-રાજકોટ), સાડે મંતું (ગેટ મેન-એલસી 177) અને મહેશ કે (લોકો પાયલોટ-સુરેન્દ્રનગર), કે.વી. ચાવડા (સ્ટેશન મેનેજર-બજરંગપૂરા) અને શ્રી તરુણ નૈનીવાલ (સ્ટેશન મેનેજર-ગોરિંઝા).

રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ DRM એ રાજકોટ ડિવિઝનના 11 કર્મચારીઓને સન્માનિત કર્યા

ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ તકેદારી સાથે કામ કરીને, સંભવિત રેલ અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં રેલના ફ્રેક્ચર નોટિસ કરવું, લટકતા ભાગો નોટિસ કરવા, સ્મોકિંગ નોટિસ કરવું, સ્પાર્કિંગ નોટિસ કરવું વગેરે જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતા.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના, સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર આર.સી.મીણા, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સંતોષકુમાર મિશ્ર અને સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) ઈન્દ્રજીત સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

Blood Donation Camp – સુરેન્દ્રનગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link