વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં આવેલી દ્વારકાધીશની હવેલી આગામી તારીખ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરાઈ
- સુરેન્દ્રનગર શહેરમાં મધ્ય આવેલ દ્વારકાધીશની હવેલી ખાતે કોરોનાના કારણે દર્શનાર્થીઓ માટે પાબંધી મુકાઇ.
- આગામી તારીખ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે અંદરથી દર્શન બંધ કરવામાં આવ્યાની જાહેરાત થવા પામી છે.
સુરેન્દ્રનગર શહેરમાં મધ્ય આવેલ દ્વારકાધીશની હવેલી ખાતે કોરોનાના કારણે દર્શનાર્થીઓ માટે પાબંધી મુકાઇ. સુરેન્દ્રનગર શહેરમાં મધ્ય આવેલ દ્વારકાધીશની હવેલી ખાતે કોરોના સંક્રમણના કારણે આગામી તારીખ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે અંદરથી દર્શન બંધ કરવામાં આવ્યાની જાહેરાત થવા પામી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોનાના કેસોના કારણે કેટલીક ધાર્મિક જગ્યા ઉપર દર્શનાર્થીઓ માટે અગમચેતીના ભાગરૂપે અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેને ધ્યાને રાખીને દર્શન બંધ કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની દ્વારકાધીશ હવેલી ખાતે પણ આ બાબતની જાણકારી આપવા માટે નોટિસ બોર્ડ મંદિર બહાર દર્શાવવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરની વિવિધ બજારોમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની તૈયારી દર્શાવતાં બજારો સૂમસામ બની