રાજસ્થાનનાં જયપુરમાં ભૂકંપનાં આંચકા, રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ તીવ્રતા
રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે શુક્રવારે સવારે ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા હતા. તેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી.
- રાજસ્થાનમાં અનુભવાયા ભૂકંપના આંચકા
- જયપુરમાં 3 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા
- ભૂકંપનું કેન્દ્ર જયપુરથી 92 કિમી દૂર નોંધાયું
રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે શુક્રવારે સવારે ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા હતા. તેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. ભૂકંપના હળવા ઝટકા સવારે 8 વાગ્યાને 1 મીનિટ પ રઆવ્યા હતા. તેને સીકર અને ફતેહપુરમાં પણ અનુભવાયા હતા. લોકોને લગભગ 3 સેકન્ડ સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જયપુરથી 92 કિમી દૂર ઉત્તર પશ્ચિમમાં હતું.

થોડા સમય પહેલા ન્યુઝીલેન્ડમાં અનુભવાયા હતા આંચકા
તે જ સમયે, ગયા મહિને 29 જાન્યુઆરીએ, ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુ ક્ષેત્રમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 હતી. આ ટાપુ વિસ્તાર દક્ષિણ પેસિફિક મહાસાગર હેઠળ આવે છે. ભૂકંપ સંબંધિત માહિતી યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે એટલે કે યુએસજીએસ દ્વારા આપવામાં આવી હતી.
ભૂકંપ આવે તો શું કરવું?
- ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
- વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
- ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
- ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
- ભૂકંપઆવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
- ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
- ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
- દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
શિયાળામાં સૂર્ય સાથે કરી લો મિત્રતા, જાણો સવારે તડકામાં બેસવાના ફાયદા
ભૂકંપ આવે ત્યારે શું કરવું શું ન કરવું જોઈએ
ભૂકંપના ઝટકા અનુભવાય ત્યારે એકદમ ગભરાવવું નહીં, સૌથી પહેલ આપ કોઈ પણ બિલ્ડીંગમાં હોવ તો, ત્યાંથી બહાર નિકળી ખુલ્લામાં આવી જાવ. બિલ્ડીંગની નીચે ઉતરતા લિફ્ટનો ક્યારેય પણ ઉપયોગ કરવો નહીં. ભૂકંપના સમયે તે ખતરનાક સાબિત થઈ શકે છે. તો વળી જો બિલ્ડીંગની નીચે ઉતરવાનું શક્ય ન હોય તો, પછી આજૂબાજૂના કોઈ મેજ, ઉંચી ચોકી અથવા બેડની નીચે છુપાઈ જાવ.