ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ: 200 બાળકે માટી, પસ્તી, નાળિયેર, કાપડમાંથી મૂર્તિઓ બનાવી
ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ: 200 બાળકે માટી, પસ્તી, નાળિયેર, કાપડમાંથી મૂર્તિઓ બનાવી
સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલયના બાળકોએ વિવિધ પ્રકારની ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓ બનાવીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો.
- સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલયમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી.
- 200થી વધુ બાળકે ભાગ લીધો હતો
સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલયમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 200થી વધુ બાળકે ભાગ લઇ વિવિધ વસ્તુઓમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા હતા. આગામી દિવસોમાં જિલ્લામાં ગણેશજીની ઠેરઠેર સ્થાપના થના છે. હાલ ગ્લૉબલ વોર્મિંગ સામે પર્યાવરણ બચાવવાનું હવે ખૂબ જ જરૂરી છે. ત્યારે બાળકોમાં પ્રકૃતિ પ્રેમ વધે માટે સરદાર પટેલ વિદ્યાલયમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં પ્રાયમરી વિભાગના 200થી વધુ બાળકે ભાગ લીધો હતો. તેઓએ માટી, પસ્તી, નારિયેળના છોતરા, લાકડું, કાપડ તેમજ ધાન્યનો લોટ જેવી વિવિધ વસ્તુઓના ઉપયોગથી વિવિધ પ્રકારની ગણેશની મૂર્તિઓ બનાવી હતી.
આ જાતે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિને જ ઘરે ગણપતિ મહોત્સવમાં સ્થાપન કરશે તેવો સંકલ્પ લઈને આ બાળકોએ સમાજને પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિક અને પીઓપીની મૂર્તિઓ ખરીદવી નહીં એવો ઉમદા અને ઉપયોગી ઉદાહરણ આપ્યું છે. આ સ્પર્ધામાં ધોરણવાઇઝ 25થી વધુ વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર આપીને શ્રેષ્ઠ કલાકૃતિને બિરદાવાઇ હતી.