વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે આર્થિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે આર્થિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

  • સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે તાલીમ તેમજ કીટ વિતરણ કરતો કાર્યક્રમ
  • રેગ પીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના
  • આરોગ્ય રક્ષણ કીટ તેમજ તાલીમ આપતા કાર્યક્રમ
વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે આર્થિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો
વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે આર્થિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે તાલીમ તેમજ કીટ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના રંભાબેન ટાઉન હોલ ખાતે ગુજરાત સરકારના મહત્વકાંક્ષી યોજના એવી રેગ પીકર્સ
શ્રમજીવી આર્થિક વિકાસ યોજના અંગે આરોગ્ય રક્ષણ કીટ તેમજ તાલીમ આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે આર્થિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

જેમાં વઢવાણ વિસ્તારના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ઉપપ્રમુખ ઝંખનાબેન ચાપાનેરી, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા તેમજ સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ તમામને યોજનાથી માહિતગાર પણ કરવામાં આવ્યા હતા અને આઈ કાર્ડ વિતરણ કરીને આરોગ્યલક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા પર્યાવરણ જાળવણી માટે મદદરૂપ બને તેવું નગરપાલિકાના પ્રમુખ દ્વારા સંબોધન પણ કરવામાં આવતાં સહુ કોઈએ આ સંબોધનને વધાવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે આર્થિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

વધુ સમાચાર માટે…