Site icon સોહમ 24 ન્યુઝ

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વર દ્વારા સુરેન્દ્રનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

Election Commission – ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વર દ્વારા સુરેન્દ્રનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વર દ્વારા સુરેન્દ્રનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

Google News Follow Us Link

ભારતીય ચૂંટણી પંચ દ્વારા સુરેન્દ્રનગર ખાતે નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીઓએ કલેક્ટર કચેરી સભાખંડ, સુરેન્દ્રનગર ખાતે ચૂંટણી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કેયુર સંપટે જિલ્લાની વસ્તી, મતદારોની સંખ્યા, પાછલી ચૂંટણીમાં થયેલ મતદાન, નવા નોંધાયેલા મતદારો, મતદાન મથકો, એપિકકાર્ડનું વિતરણ, વિશેષ મતદાન મથકોની દ્રષ્ટિએ જિલ્લામાં કરવામાં આવેલ આયોજનની પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી.

આ ઉપરાંત, સ્વીપ પ્રવૃત્તિઓ સહિત દ્વારા મતદાનની ટકાવારી વધારવાનું આયોજન, MCC આદર્શ આચારસંહિતાના પાલન અર્થે લેવાયેલ પગલાઓની વિગતવાર માહિતી, MCC ભંગની ફરિયાદો અને કમ્પલેન મેનેજમેન્ટ, C VIGIL અને DCC માં આવેલ કોલ અને ફરિયાદોના નિરાકરણ બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જિલ્લાના 05 વિધાનસભા મતદાર વિભાગ

આ બેઠકમાં ઓબ્ઝર્વરશ્રીઓએ જિલ્લામાં FST, SST, VVT સહિતની મોનિટરિંગ ટીમો, કાયદો વ્યવસ્થા અંતર્ગત લેવાયેલ પગલાંઓ, પોલીસ બંદોબસ્તના આયોજન, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સ્ટાફની તાલીમ, પોસ્ટલ બેલેટથી મતદાન વિશે માહિતી મેળવતા જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લાના 05 વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રી શિવ પ્રતાપસિંહની 60-દસાડા, 61-લીંબડી

અને 62-વઢવાણ વિધાનસભાના ખર્ચ ઓબ્ઝર્વર અને શ્રી પીજુશ મુખર્જીની 63-ચોટીલા, 64-ધ્રાંગધ્રા વિધાનસભાના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જ્યારે જિલ્લાની બેઠકોના જનરલ ઓબ્ઝર્વર તરીકે 60-દસાડા વિધાનસભામાં શ્રી સંદીપકુમાર, 61-લીંબડી વિધાનસભામાં રિચાર્ડ વિન્સેન્ટ ડિસૂઝા, 62-વઢવાણ વિધાનસભામાં શ્રી અશોકકુમાર, 63-ચોટીલા વિધાનસભામાં

શ્રી રવિ પ્રકાશ ગુપ્તા, 64-ધાંગધ્રા વિધાનસભામાં શ્રી ચંદ્રશેખર તેમજ પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી બરિંદરજીત સિંહની નિમણૂક કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધકારીશ્રી પ્રકાશ મકવાણા, જિલ્લા પોલીસ વડાશ્રી હરેશ દૂધાત, નિવાસી અધિક

કલેક્ટરશ્રી દર્શના ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી. કે. મજેતર સહિત જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલ વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મતદાન જાગરૂકતા અભિયાન અંતર્ગત જિલ્લાની શાળાઓ, કોલેજમાં રેલી તથા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version