Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ તાલુકાના ચૂંટણી ફરજ અર્થે રોકાયેલ કર્મચારીઓ માટે વાહન વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ

Election – વઢવાણ તાલુકાના ચૂંટણી ફરજ અર્થે રોકાયેલ કર્મચારીઓ માટે વાહન વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ

વઢવાણ તાલુકાના ચૂંટણી ફરજ અર્થે રોકાયેલ કર્મચારીઓ માટે વાહન વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ. ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીવઢવાણની એક અખબારી યાદીમાં

Google News Follow Us Link

ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીવઢવાણની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વઢવાણ તાલુકાના ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓને સુરેન્દ્રનગર જિલ્લાની અન્ય વિધાનસભા મતદાર વિભાગમાં પ્રિસાઈડીંગ/ પ્રથમ પોલીંગ/ અન્ય પોલીંગ ઓફીસર તરીકે નિમણૂ્ંક પામેલા કર્મચારીઓ માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.

વઢવાણ તાલુકા ખાતેથી સંબંધિત વિધાનસભાના મુખ્ય મથકે જવા શ્રી મહિલા આઈ.ટી.આઈ60 ફૂડ રોડ વઢવાણસુરેન્દ્રનગર ખાતેથી તા.30/11/2022ના રોજ સવારે 05:00 કલાકે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

તેમજ પોતાના વાહનમાં જવા ઈચ્છતા કર્મચારીશ્રીઓએ સંબંધિત વિધાનસભાના મુખ્ય મથકે (ડિસ્પેચિંગ સેન્ટર ખાતે) નિયત કરવામાં આવેલ સમયે પોતાની રીતે જઈ શકશે જેની તમામ કર્મચારીશ્રીઓએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.10 થી 20નો ઘટાડો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version