આંતરરાષ્ટ્રીય સોશિયલ ડિઝિટલ મંચ ‘માલધારી ટાઈમ્સ’ નો બીજા વર્ષમાં પ્રવેશ
- આંતરરાષ્ટ્રીય ડિઝિટલ મંચ ‘માલધારી ટાઈમ્સ’નો તાજેતરમાં બીજા વર્ષમાં પ્રવેશ થયો છે.
સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરી સામાજિક વિકાસમાં સહિયારા સામુદાયિકા ચિંતન-મનન માટે રચાયેલા આંતરરાષ્ટ્રીય ડિઝિટલ મંચ ‘માલધારી ટાઈમ્સ‘નો તાજેતરમાં બીજા વર્ષમાં પ્રવેશ થયો છે.
સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પરગણા, પ્રાંતો, ભૌગોલિક વિસ્તારો તથા ભારતના અન્ય રાજ્યો અને વિદેશમાંથી માલધારી સમાજની વિશિષ્ટ અને પ્રેરક વ્યક્તિઓને વિણી વિણીને બનાવાયેલા આ અનોખો સામાજિક મંચ શરૂ થયો ત્યારેથી હાઉસફુલ ક્ષમતા સાથે ખૂબ સફળતાથી ચાલી રહ્યો છે, અને માલધારી સમાજનો આ પ્રકારનો વિશ્વનો અનોખો મંચ છે.
વઢવાણ સુરેન્દ્રનગર ગરમીનો પ્રકોપ વધ્યો તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું
માલધારી સમાજની સામાજિક, શૈક્ષણિક, વૈચારિક જાગૃતિ તથા સાંસ્કૃતિક ગૌરવની ગરિમા ઉજાગર કરવા ચાલતા આ મંચમાં જોડાવા હાલ મોટું વેઇટિંગ ચાલી રહ્યું છે એમ તેના એડમિન, જાણીતા લેખક, શિક્ષક, કવિ તથા ‘માલધારી ટાઈમ્સ‘ના તંત્રીશ્રી રત્નાકર નાંગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
ધ્રાંગધ્રા શહેરમાં ભગવાન પરશુરામ જયંતીની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ