Navla Norta – સુરેન્દ્રનગર જિલ્લામાં નવલાં નોરતાંનાં પર્વને લઇને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

Photo of author

By rohitbhai parmar

Navla Norta – સુરેન્દ્રનગર જિલ્લામાં નવલાં નોરતાંનાં પર્વને લઇને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

આવતીકાલે તા.3જી ઓકટોબરને ગુરૂવારે પ્રથમ નોરતું, બે દિવસો બાકી રહેતા બજારમાં ખરીદી ખૂલી. વરસાદે વિરામ લેતા સુરેન્દ્રનગર શહેરના પાર્ટી પ્લોટમાં તૈયારીનો ધમધમાટ

Google News Follow Us Link

Enthusiasm among sportspersons for Navla Norta festival in Surendranagar district

સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે ગુરૂવારથી માં આદ્યશકિતની આરાધના કરવાના પર્વ સમાન નવલાં નોંરતાની શરૂઆત થઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીનું પાર્ટી પ્લોટમાં પણ આયોજન થતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના દિવસો નજીક આવતા શહેરની બજારોમાં નવરાત્રીની ખરીદી ખુલી છે. જયારે ગરબા મંડળના આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી તરફ ભાવિકો માતાજીની ચૂંદડી, શણગાર, દીવા, ધુપ, અગરબત્તી સહિતની ખરીદી કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે તા.3જી ઓકટોબરને ગુરૂવારથી નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે. ત્યારે હાલ વરસાદે વીરામ લેતા પાર્ટીપ્લોટો અને શેરી ગરબીના આયોજકોમાં આનંદ છવાયો છે. સાથે ગરબે ઘુમવા માંગતા ખેલૈયાઓ પણ થનગનાટ કરી રહ્યા છે. આથી સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર અને દુધરેજ શહેરમાં શેરી ગરબીના આયોજકો ગરબીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે.

ORGANIZED – ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોર્ડ 2024 નું આયોજન કરાયું

સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 200થી વધુ પ્રાચીન શેરી ગરબીઓ યોજાય છે. આયોજકો દ્વારા મંડપ, શણગાર, માઈક, ઢોલ, બેન્જો સહિતના સાધનો તૈયાર કરી તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ નવરાત્રી શરૂ થવાની હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો જ બાકી હોય સુરેન્દ્રનગર શહેરની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો માતાજીની ચુંદડી, હાર, ધુપ, અગરબત્તી સહિતની ખરીદી કરતા હતા.

નવરાત્રીની ખરીદી ખુલતા નાના ધંધાર્થીઓને પણ રાહત થઈ હતી. જયારે નવરાત્રી પર્વે પોલીસ તંત્ર પણ સાબદુ થયુ છે. નવરાત્રી સમયે કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે પાર્ટી પ્લોટથી લઈ તમામ શહેરના પ્રાચીન ગરબાના સ્થળે પોલીસ તૈનાત કરી દેવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.

BHATIGAAL MELA – ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ, ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન

Enthusiasm among sportspersons for Navla Norta festival in Surendranagar district

શહેરની પ્રખ્યાત પ્રાચીન ગરબીઓ

સુરેન્દ્રનગરમાં વર્ષોથી પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબી, અલકા ચોકની ગરબી, રતનપર દેવ સોસાયટની ગરબી, વાઘેશ્વરી સોસાયટીની ગરબી, વઢવાણના સતવારા પરાની ગરબી, હાડીમાના ચોકની ગરબી, જોરાવરનગરના નીલકંઠ મહાદેવ મંદિરની ગરબી, રામજી મંદીરની ગરબી, માઈ મંદીરની ગરબી, જેલ ચોકની ગરબી, ક્ષત્રીય સમાજની વાડી, સોની સમાજની વાડી, બ્રહ્મ સમાજની વાડીમાં યોજાતી ગરબી એ મુખ્ય ગરબીઓ છે. આ ઉપરાંત શહેરના પતરાવાળી ચોકમાં થતી ગરબીમાં માત્ર પુરૂષો જ ગરબે ઘુમે છે.

GUJARAT EDIBLE OIL- તહેવારો પર સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

Enthusiasm among sportspersons for Navla Norta festival in Surendranagar district

પાર્ટી પ્લોટનું આયોજન થતા યુવાધન ઉત્સાહિત

આ વર્ષે પણ નવરાત્રી પર્વે પાર્ટી પ્લોટના આયોજનથી ખાસ કરીને યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના દુધરેજ રોડ પર સી.યુ.શાહ મેડીકલ કોલેજ પાસે કલ્હાર નવરાત્રી મહોત્સવ-2024નું આયોજન કરાયુ છે. જેમાં અંકુર દવે, ગાયત્રી દવે, વીશાખા જોષી, પ્રવીણ બારોટના સુરે ખૈલેયાઓ ઝુમી ઉઠશે. જયારે સુરેન્દ્રનગરના બી. ડીવીઝન પોલીસ મથક સામે ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં ઝમાવટ-2024નું આયોજન કરાયુ છે. અને પંડીત દિનદયાળ હોલ ખાતે ઝુમે ઝાલાવાડ-2024 યોજાશે.

Ahmedabad – નવરાત્રિમાં આઠમે માનતા માનો તો માતાજી અવશ્ય પૂર્ણ કરે, અમદાવાદના આ મંદિરમાં મુસ્લિમ બિરાદરોને પણ છે શ્રદ્ધા

સંદેશ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link