વઢવાણ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો
- સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો.
સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા ડેરી પરિષદ ખાતે ચેરમેન બાબા ભરવાડ અને ડિરેક્ટર મંગળસિંહ પરમાર તેમજ વેલજીભાઈ ડિરેક્ટર ગુરમીતસિંહ દ્વારા સંઘના કર્મચારીઓએ સાથે મળીને વિશ્વ પર્યાવરણ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની બસો પણ વાવાઝોડા બાદ રાહત કાર્યોમાં ફાળવાઇ
આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ વન સંરક્ષક અધિકારી પી.એમ.દેસાઇ પણ ઉપસ્થિત રહીને લોકઉત્સાહ વધાર્યો હતો. તેમજ પર્યાવરણની જાળવણી અને આપણી ફરજો વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું. આ વેળાએ ડેરી પરિસર ખાતે 100 જેટલા વૃક્ષો છોડનું વાવેતર કરીને આગામી સમયમાં દૂધ મંડળી દ્વારા બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતરનું આયોજન કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર વઢવાણમાં કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા આગેવાને રાજીનામું આપતા રાજકીય ભૂકંપ સર્જાયો