આખરે વડોદરાની ક્ષમા બિંદુએ આત્મ-વિવાહ કરી લીધા, મંદિરમાં નહીં આ જગ્યાએ કર્યા લગ્ન

Photo of author

By rohitbhai parmar

આખરે વડોદરાની ક્ષમા બિંદુએ આત્મ-વિવાહ કરી લીધા, મંદિરમાં નહીં આ જગ્યાએ કર્યા લગ્ન

Kshama Bindu Married To Herself In Vadodara: વડોદરાની ક્ષમા બિંદુ કે જેણે આત્મ-વિવાહની વાત કરીને ભારે ચર્ચા જગાવી હતી, આ છોકરીના લગ્નને સમર્થન મળ્યું તો બીજી તરફ વિરોધનું વંટોળ પણ ઉભું થયું હતું. વધુ વિરોધ થતો અટકાવવા માટે ક્ષમાએ મંદિરમાં લગ્ન કરવાનું ટાળ્યું અને નક્કી કરેલી 11 તારીખ આવે તે પહેલા જ દુલ્હનની જેમ તૈયાર થઈને લગ્ન કરી લીધા હતા.

Google News Follow Us Link

Eventually Vadodara's point of forgiveness led to self-marriage, The wedding took place in this place, not in the temple

  • આખરે વડોદરાની ક્ષમા બિંદુએ આત્મ-વિવાહ કરી લીધા છે
  • ક્ષમાએ લગ્નની તારીખ અને સ્થળમાં કરવો પડ્યો ફેરફાર
  • તેના લગ્નમાં સામાન્ય લગ્નની જેમ આ બે ખાસ વ્યક્તિ નહોતી

વડોદરાઃ “હું ઘણી જ ખુશ છું, આખરે મારા લગ્ન થઈ ગયા છે.” લગ્નની સાડીમાં સજ્જ દુલ્હન, ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર સાથે દેખાયેલી ક્ષમા બિંદુના શબ્દો છે જેણે આત્મ-વિવાહ કરી લીધા છે. ક્ષમાના લગ્નના નિર્ણય બાદ તેના સમર્થનમાં અને વિરોધમાં એમ બે વલણ જોવા મળ્યા હતા. જોકે 24 વર્ષની ક્ષમા આખરે પરણી ગઈ છે. દુલ્હન બનેલી ક્ષમા પણ બુધવારે ઘણી જ ખુશ દેખાતી હતી. ક્ષમાના લગ્ન બાકીના લગ્નો કરતા એકદમ અલગ હતા, કારણ કે અહીં દુલ્હને પોતાની જાત સાથે લગ્ન કર્યા છે.

ક્ષમાએ 11 જૂને આત્મ-વિવાહ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ પછી તેણે પોતાનો નિર્ણય બદલ્યો અને 8 જૂને જ આત્મ-વિવાહ કરવાનું નક્કી કરી લીધું હતું. શરુઆતમાં ક્ષમા મંદિરમાં આત્મ-વિવાહ કરવાનું નક્કી કર્યું હતું, જોકે, વિરોધનું વંટોળ ઉભું થતા અને ભારતીય સસ્કૃતિની વિરુદ્ધમાં આ છોકરી પગલું ભરી રહી હોવાનું સામે આવતા તેણે મંદિરમાં લગ્ન-વિધિ કરવાનું ટાળ્યું છે.

Eventually Vadodara's point of forgiveness led to self-marriage, The wedding took place in this place, not in the temple

24 વર્ષની ક્ષમા બિંદુએ બુધવારે ગોત્રીમાં આવેલા પોતાના ઘરે જ 40 મિનિટની ડિજિટલ વિધિ સાથે તેના મિત્રોએ જીવનભર સાથ આપવાનો વચન આપીને ફૂલોનો વરસાદ કર્યો હતો. આ લગ્નમાં સૌથી મહત્વના ગણાતા પૂજારી અને વરની ગેરહાજરી હતી. ક્ષમાએ પોતાના લગ્ન અંગે જણાવ્યું કે, “અન્ય દુલ્હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા, મારે લગ્ન કરીને ઘર છોડવું પડ્યું નથી.” 24 વર્ષની પોતાની જાત સાથે લગ્ન કરનારી ક્ષમાએ કહ્યું કે, “ઉતાવળે કરેલા આ લગ્નના સમારંભમાં મારા 10 મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું.” તેણે એમ પણ કહ્યું કે, “સત્તાવાર રીતે મારા લગ્ન થઈ ગયા છે, અને કદાચ હું ભારતની પહેલી મહિલા છું જેણે આમ કર્યું છે.”

Eventually Vadodara's point of forgiveness led to self-marriage, The wedding took place in this place, not in the temple

પોતાની જાત સાથે લગ્ન કરનારી નવવધૂએ મહેંદી અને પીઠીની સેરેમની પણ કરી હતી. ક્ષમા કહે છે કે, “હું મંદિરમાં લગ્ન કરવા માગતી હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં, કોઈ સમસ્યા ઉભી ના થાય તે માટે મારે સ્થળ બદલવું પડ્યું,” આ લગ્નમાં ક્ષમાએ પોતાની જાતને સારા જીવન માટે સાત વચનો પણ આપ્યા હતા.

Eventually Vadodara's point of forgiveness led to self-marriage, The wedding took place in this place, not in the temple

ક્ષમાની ફ્રેન્ડ યેશા ચોક્સી કે જેઓ લગ્નમાં હાજર હતા તેઓ જણાવે છે કે, “હું તેના આ નિર્ણયનું સ્વગત કરું છું. ભારે દબાણ છતાં ક્ષમાએ પોતાની જાત સાથે લગ્ન કર્યા છે અને અન્ય લોકો માટે પણ મોટું ઉદાહરણ રજૂ કર્યું છે કે તે દુલ્હન બની છે પણ કોઈ બીજી વ્યક્તિની પત્ની બની નથી.”

વડોદરાની છોકરીનો પોતાની જ જાત સાથે લગ્નનો નિર્ણય, બે અઠવાડિયાના હનીમૂનનો પણ છે પ્લાન

આ લગ્નના સમારોહમાં મહેમાનોએ ગીતો પર ઠૂમકા લગાવ્યા અને ગરબા પણ કર્યા હતા. આ લગ્ન ઉતાવળમાં ગણતરીના મહેમાનોની હાજરીમાં કરવાના હોવાથી દુલ્હનને કેટલાક જરુરી પગલા પણ ભરવા પડ્યા હતા.

દુલ્હને લગ્ન શરુ થાય તે પહેલા પોતાના લિવિંગ રૂમનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો, કે જેથી તે સુનિશ્ચિત થાય કે મોટી સંખ્યામાં મહેમાનો આવી ના જાય. જ્યારે ક્ષમાએ આત્મ-વિવાહ અંગે જાહેરાત કરી ત્યારે તે સોશિયલ મીડિયા પર ઘણી જ ટ્રોલ થઈ હતી, જ્યારે કેટલાક લોકોએ તેના આ નિર્ણયને સાહસિક પણ ગણાવ્યો હતો. આમ છતાં વધુ વિવાદ ટાળવા માટે તેણે લગ્નના સ્થળની સાથે તારીખ પણ બદલવી પડી.

વિવાદ : જેતપુરની SPCG સ્કૂલનું RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન, બેસાડાય છે અલગ ક્લાસરૂમમાં, ટેબલેટથી પણ વંચિત

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત  

Google News Follow Us Link