ફેક્ટરીમાં આગ ભભૂકી: મોરબીની ઇટાકોન સિરામીક ફેક્ટરીમાં ગેસ ભઠ્ઠીનું બર્નર રીપેર કરતી વખતે દુર્ઘટના, કારખાનેદાર સહિત આઠ લોકો આગની ઝપેટમાં
- તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક સિરામીક ફેક્ટરીમાં આગ લાગી હતી. સીરામીક કંપનીની ગેસ ભઠ્ઠીનું બર્નર રીપેર કરતી વખતે આગની દુર્ઘટના બની હતી. આ આગમાં કારખાનેદાર સહિત આઠ લોકો દાઝી ગયા હતા. જેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમાંથી ત્રણને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતા.
ત્રણને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલા ઇટાકોન સીરામીકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ભઠ્ઠીમાં લાગેલી આગના લીધો કારખાનેદાર સહિત આઠ લોકો દાજી ગયા હતા. જેમાં રવિભાઇ આદ્રોજા (29), કેવલ વરમોરા, જીતેન્દ્ર વામજા (40), તરુણ ઈશ્વર મારવાણીયા (41), પરેશ જયંતિ વરમોરા (32), અરવિંદ દયારામભાઈ, અમરશી યાદવ (24) અને ભાવેશ મનહર વાઘડિયા (31) ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યાં હતા. જે પૈકી પરેશ વરમોરા, જીતેન્દ્ર વામજા અને રવિ આદ્રોજાને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે.
Koffee With Karan 7: શોમાં આવવા Ranbir Kapoorએ મૂકી શરત! Karan Joharએ ન સ્વીકારતાં ‘ના’ પાડી દીધી!
આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ
મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ જણાવ્યું હતું કે, સિરામીક ફેક્ટરીમાં ભઠ્ઠીના બર્નર રીપેરીંગ વખતે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં આઠ લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં કેવી રીતે આગ લાગી ? તેની તપાસ થઈ રહી છે. જરૂર પડે આ કેસમાં એફએસએલની મદદ લેવાશે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.
લમ્પી વાઇરસ: ધ્રાંગધ્રાનાં 3 ગામનાં પશુઓમાં લમ્પીનાં લક્ષણો : હળવદમાં પણ રોગે દેખા દીધી