દુષિત પાણીથી રોગચાળાનો ભય
- ધંધુકા તાલુકાના ધોળી ગામ ખાતે આવેલા બલોળિયા મહોલ્લામાં અનેક ઘરો વસે છે.
- લોકોને ગંદા અને દુષિત પાણી પીવાનો અને વાપરવાનો વારો આવ્યો છે.
- વારંવાર પંચાયતને લેખિત મૌખિક જાણ કરી છતા કોઈ નક્કર ઉકેલ આવતો નથી
ધંધુકા તાલુકાના ધોળી ગામ ખાતે આવેલા બલોળિયા મહોલ્લામાં અનેક ઘરો વસે છે. પંચાયત દ્વારા નળ કનેક્શન નાખવામાં આવ્યા છે. અને તેના દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ પાછલા 6 માસથી આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી પંચાયતની લાઇનમાં લીકેજ હોવાના કારણે શુધ્ધ પાણી સાથે ભળી જતા હોઇ લોકોને ગંદા અને દુષિત પાણી પીવાનો અને વાપરવાનો વારો આવ્યો છે.
સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન
વારંવાર પંચાયતને લેખિત મૌખિક જાણ કરી છતા કોઈ નક્કર ઉકેલ આવતો નથી આ વિસ્તારના લોકોને દુર્ગંધ મારતું ગંદુ પાણી પીવાનો અને વાપરવાનો વારો આવ્યો છે. હાલના સમયમાં કોરોનાની મહામારીનું સંકટ છે. ત્યારે આ ગંદુ પાણીજન્ય રોગચાળો ગામમાં ફેલાવે તે સત્તાધીશો પાણીની લાઇનને સત્વરે રિપેર કરાવીને ગંદા પાણીના પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે.
મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી