લોકપ્રશ્નોને વાચા મળી: નળ, ગટર, રસ્તાની સમસ્યા દૂર થાય તો સુનગર બને

Photo of author

By rohitbhai parmar

લોકપ્રશ્નોને વાચા મળી: નળ, ગટર, રસ્તાની સમસ્યા દૂર થાય તો સુનગર બને

Google News Follow Us Link

Folk questions got the word out: If the problem of taps, sewers, roads is removed, it will become sunagar

  • જોડિયાં શહેરો સુરેન્દ્રનગર-વઢવાણના વોર્ડ 1થી 4ના રહીશોએ તંત્ર સમક્ષ સમસ્યા-પ્રશ્નો રજૂ કર્યા
  • ​​​​​​​​​​​​​​ચોમાસુ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે નગરજનોને વરસાદી પાણી ભરાવાનો સતાવતો પ્રશ્ન, તંત્રે પણ સહકાર માગ્યો

જોડિયા શહેરો સુરેન્દ્રનગર અને વઢવાણના નાગરિકોને પ્રાથમિક સુવિધા મળી રહે, સમસ્યાનો ઉકેલ આવી શકે, તે માટે ‘દિવ્ય ભાસ્કર’એ વોર્ડદીઠ રૂ-બ-રૂ કાર્યક્રમનું આયોજન કર્યું છે. રવિવારે સંયુક્ત પાલિકાના વોર્ડ 1, 2, 3 અને 4ના પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડવા માટે મેળાના મેદાન ખાતે આવેલા રોટરી હોલમાં રૂ-બ-રૂ કાર્યક્રમ યોજાયો હતો. મતદારોએ પાલિકાપ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, સ્વાતિબહેન માંડલિયા, મિલીનભાઈ કોઠારી, માલતીબહેન કડ, પનજીભાઈ ચૌહાણ, કશ્યપભાઈ શુક્લ સહિતના સભ્યો પર પ્રશ્નોની ઝડી વરસાવી હતી.

મુખ્ય સમસ્યાઓ દૂર કરવા શું પગલાં લેશો, તેવા પ્રશ્નો પૂછ્યા હતા. સફાઈનો અભાવ, તૂટેલા કે અડધા બનેલા રસ્તા, ટ્રાફિક જેવી સમસ્યાઓ દૂર કરવા રજૂઆતો કરી હતી. ચોમાસું શરૂ થવામાં છે ત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા ઉપરાંત ખાનગી, ખુલ્લા પ્લોટમાં ફેલાતી ગંદકી, અસામાજિક પ્રવૃત્તિઓ દૂર કરવા રજૂઆત કરાઈ હતી. પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ સમસ્યાના હલ માટે ઉપાયો જણાવી, ભૂગર્ભ ગટર ચોક-અપ ન થાય તે માટે જનતા સહકાર આપે, તેવી વાત કરી હતી.

વોર્ડ 01- પાલિકા કોમન પ્લોટમાં ગાર્ડન બનાવે તેવી માગ
દાળમિલ રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા
વોર્ડ નં. 1માં દાળમિલ રોડ વિસ્તારમાં ગાંડા બાવળોની સમસ્યા રહે છે જ્યારે વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોને મુશ્કેલી પડે છે. પાલિકા કોમન પ્લોટમાં ગાર્ડન બનાવે તેવી માંગ છે.’ > રાજુભાઈ વ્યાસ, સ્થાનિક

પૂરતો પાવર નથી મળતો ટીસી નાખવાના પૈસા માંગે છે
વોર્ડ નં. 1માં ટીબી હૉસ્પિટલ પાસેના વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો ન આવતો હોવાની સમસ્યા છે. તંત્રને રજૂઆત કરી તો ટીસી નાખવાના પૈસા માગે છે. પૂરતા વીજપ્રવાહના અભાવે નુકસાન થાય છે.’ > ધીરેનભાઈ શુક્લ, સ્થાનિક

પ્રયોગ સફળ: પાટણ યુનિવર્સિટીમાં 2021માં શરૂ થયેલો સંસ્કૃત વ્યાકરણ સરળ રીતે શીખવવાનો પ્રયોગ સફળ રહ્યો

વેલનાથ સ્કૂલ પાસે આજ સુધી રોડ નથી બન્યો
વોર્ડ નં. 1માં વેલનાથ સ્કૂલ પાસે 2014થી રોડ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. આથી લોકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. જ્યારે ઘાવડી માતાના મંદિર પાસે બ્લોકની કામગીરીથી પણ થઈ નથી.’ > દિપકભાઈ ચારોલા, સ્થાનિક

શહેરમાં રમતગમત માટે સુવિધાનો અભાવ છે
સુરેન્દ્રનગર શહેરમાં યુવાનોને રમવા માટે કે રમતગમતનું આયોજન કરવા માટે કોઈ ચોક્કસ સ્થળ નથી. આથી નગરપાલિકા આયોજન કરીને તેનું નિરાકરણ લાવે. શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફિકની પણ સમસ્યા રહે છે.’ > રવિરાજસિંહ રહેવર, સ્થાનિક
લોકોને ફરવા માટે સિટી બસની સુવિધા નથી
શહેરના લોકોને રવિવાર કે રજાના દિવસે ફરવા જવું હોય કે શહેર વિસ્તારમાં ફરવું હોય તો સમસ્યા રહે છે. જે લોકોની પાસે વાહન નથી તે લોકોને પણ સુવિધા મળે માટે સિટી બસની વ્યવસ્થા કરાવવી જોઈએ.’> વૈભવીબહેન ચૌહાણ, સ્થાનિક

વોર્ડ 02- વરસાદી પાણીના નિકાલની 10 વર્ષ જૂની સમસ્યા છે
રસ્તા તોડ્યા પછી જેમના તેમ રાખવામાં આવે છે
વોર્ડ નં. 2માં પઢિયાર શેરી 1, 2 આસપાસ ભૂગર્ભ ગટર, કુંથુનાથ દેરાસર પાસે બ્લોક થતાં સમસ્યા છે. ગટરના કામ માટે રોડ તોડ્યા પછી જેમના તેમ છે. ટ્રાફિક સમસ્યા નિવારવા પડતર જગ્યાએ બાયપાસ બનાવો.’ > દિનેશ પરમાર,સ્થાનિક

સફાઈ સમસ્યા, અસામાજિક તત્ત્વોનો ત્રાસ
વોર્ડ નં. 2માં રેલવેની હદમાં વચલી ફાટક પાસે ખુલ્લી ગટરમાં માખી-મચ્છરનો ઉપદ્રવ છે. લોકો જાહેરમાં શૌચ જતા હોવાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે. જાહેરમાં મરેલા ઢોર મૂકી જાય છે જ્યારે દારૂનો નશો કરી અસામાજિક તત્ત્વોની સમસ્યા છે. કચરો લેવા મહિને એક વાર ગાડી આવે છે.’ > ક્રિષ્ના ઉમરાણિયા, સ્થાનિક

‘તારક મેહતા…’નો ‘ટપ્પુ’ ઉર્ફે રાજ અનડકટનું ભાગ્ય ચમકી ગયું, બોલીવુડના આ સ્ટારની સાથે કરશે કામ

10 વર્ષથી વરસાદી પાણીની સમસ્યા દૂર થઈ નથી
વોર્ડ નં 2માં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે. 10 વર્ષ જૂની સમસ્યાની રજૂઆતો છતાં નિરાકરણ આવતું નથી. મલ્હાર ચોક વિસ્તારમાં ગટરનાં પાણી લીક થાય છે. પાઇપલાઇનો બેસી ગઈ છે.’ > મહિપાલસિંહ રાણા, સ્થાનિક

અલકા સોસાયટીમાં ઢોર, ભારે વાહનનો ત્રાસ દૂર કરાવો
વોર્ડ નં. 2માં અલકા સોસાયટીમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. સોસાયટીના આસપાસના એરિયાનાં ઢોર આવતાં બાળકો અને વડીલોને અવરજવરમાં ભય રહે છે. સોસાયટીમાં ભારે વાહનોની અવરજવરથી નળની લાઈનો તૂટી જાય છે.’ > કિરણભાઈ પટેલ, સ્થાનિક​​​​​​​

કામનાથ મહાદેવ મંદિર સામે પ્લોટમાં ગંદકી રહે છે
અમારા વોર્ડ નં. 2માં ટીબી હૉસ્પિટલ પાસે કામનાથ મહાદેવ મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં પાણી ભરાયેલાં રહે છે. અહીં કચરો અને ગંદકી ભરાતા લોકોને સ્વખર્ચે સફાઈ કરાવવી પડી રહી છે.’ > સુનીતાબહેન પટેલ, સ્થાનિક

વોર્ડ 04- કચરો લેવા ગાડી 4-5 દિવસે આવે છે, પાણીનો નિકાલ કાયમી થાય તેવી વ્યવસ્થાની માગ
પથ્થરવાળી ગલીમાં રોડ ઊંચા થતાં પાણી ઘરમાં આવે છે
વોર્ડ નં. 4માં પથ્થરવાળી ગલીમાં રોડ ટ્રેસિંગ કર્યા વગર બન્યા છે. આથી વરસાદી પાણી ઘરમાં ઘૂસી જાય છે. વિસ્તારમાં કચરો લેવા ગાડી 4-5 દિવસે આવતાં ગંદકીની સમસ્યા છે.’ > સુલેમાન કુરેશી, સ્થાનિક

ઓવરબ્રિજ થતાં ફરીને જવું પડે છે, અન્ડરપાસ કરાવો
વોર્ડ નં. 4માં અવરજવર માટે ઓવરબ્રિજ બનાવાયો. પરંતુ વિસ્તારના લોકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. ઓવરબ્રિજ નીચેથી પસાર થવા અંડર પાસ બનાવડાવે.’ > દેવેન્દ્રસિંહ રાણા, સ્થાનિક

કેરી બજાર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા
ચોમાસું સિઝનમાં વોર્ડ નં. 4માં કેરીબજાર વિસ્તારમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહે છે. આથી પાલિકા વરસાદી ગંદાં પાણીનો નિકાલ કાયમી થાય તેવી વ્યવસ્થા કરાવે તેવી માંગ છે.’ > મુસ્તુફાભાઈ કુરેશી, સ્થતાનિક

પ્રયાગરાજ હિંસાના પડઘા સૌરાષ્ટ્રમાં! ડેમુ ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરનાર શખ્સો ઝડપાયા

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link