Site icon સોહમ 24 ન્યુઝ

મહિલાઓને સશક્ત બનાવવા તેમજ મહિલાઓના વિકાસ માટે

મહિલાઓને સશક્ત બનાવવા તેમજ મહિલાઓના વિકાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે

મહિલાઓને સશક્ત બનાવવા તેમજ મહિલાઓના વિકાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે

મહિલાઓને સશક્ત બનાવવા તેમજ મહિલાઓના વિકાસ માટે

સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે

                                                                                                          – શ્રીમતી વર્ષાબેન દોશી

સુરેન્દ્રનગરના રંભાબેન ટાઉનહોલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ 


મહિલાઓને સશક્ત બનાવવા તેમજ મહિલાઓના વિકાસ માટે
સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પુર્વ ધારાસભ્યશ્રી શ્રીમતી વર્ષાબેન દોશી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે હુડ્ડાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર સ્થિત રંભાબેન ટાઉનહોલ ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા શ્રીમતી વર્ષાબેન દોશીએ જણાવ્યું હતું કે, મહિલાઓએ વર્ષોથી ઘણો સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષના પરિણામ સ્વરૂપે આજે મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.

તેમને જણાવ્યું કે, મહિલાઓને સશક્ત બનાવવા તેમજ મહિલાઓના વિકાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ આજે છેવાડાની મહિલાઓને મળી રહ્યો છે.


મહિલાઓને સશક્ત બનાવવા તેમજ મહિલાઓના વિકાસ માટે
સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે

વધુમાં તેમને આંગણવાડીઓમાં કામ કરતી આશાબહેનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આશા બહેનોએ કોરોના કાળમાં પણ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત સક્રિય રહી પોતાની ફરજો નિભાવીને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણના ઉદાહરણો પૂરા પાડ્યા છે.

પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે હુડ્ડા દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિસ્તૃત  જાણકારી આપવામાં આવી હતી. તેમજ ડૉ. નિરાલીબેન દોશીએ પી.સી.પી.એન.ડી.ટી એક્ટ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.


મહિલાઓને સશક્ત બનાવવા તેમજ મહિલાઓના વિકાસ માટે
સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે

ઉપરાંત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને યોજનાના મંજૂરી હુકમ અને દીકરી વધામણાં શિશુકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ કિશોરીકીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાલક્ષી ઉત્કૃષ્ઠ કામગીરી કરનારને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રસંગે સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઇ અંબારીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

તેમજ આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી મનીષાબેન બ્રહ્મભટ્ટ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામી, વઢવાણ મામલતદાર શ્રીમતી જુહી પાંડે તેમજ વઢવાણ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ફીલ્ડ ઓફિસરશ્રી આશાબેન દેસાઈ સહીત આશા બહેનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે…

Exit mobile version