ભૂલી જાઓ ભૂલવાનું! આવી ગયું છે યાદશક્તિ વધારતું હેલ્મેટ

Photo of author

By SOHAM 24 NEWS

ભૂલી જાઓ ભૂલવાનું! આવી ગયું છે યાદશક્તિ વધારતું હેલ્મેટ

Google News Follow Us Link

ભૂલી જાઓ ભૂલવાનું! આવી ગયું છે યાદશક્તિ વધારતું હેલ્મેટ
ભૂલી જાઓ ભૂલવાનું! આવી ગયું છે યાદશક્તિ વધારતું હેલ્મેટ
  • વિજ્ઞાનની આ નવી શોધ છે ખૂબ જ ફાયદાકારક
  • કરશે ભૂલવાની બીમારીની સારવારમાં મદદ
  • ડરહામ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ Brain-zapping helmet બનાવ્યું

ઉંમર વધવાની સાથે યાદશક્તિ ઓછી થવા લાગે છે, જે લોકો માટે મોટી સમસ્યા બની જાય છે. આ કુદરતી રીતે જ થાય છે જેથી તેનો કોઈ કાયમી ઈલાજ અત્યાર સુધી મળ્યો નથી, પરંતુ હવે વિજ્ઞાને તેને આ સમસ્યા માટે ગેજેટ તૈયાર કર્યું છે. ડરહામ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ Brain-zapping helmet બનાવ્યું છે, જે ભૂલવાની બીમારી એટલે કે ડિમેન્શિયામાં ઘણો ફાયદો આપશે.

આ હેલ્મેટ તૈયાર કરનાર વૈજ્ઞાનિકોની ટીમમાં સામેલ એક ડોકટરનું કહેવું છે કે હેલ્મેટ પહેર્યા બાદ મેમરીને કંટ્રોલ કરતા મગજના ડેમેજ સેલ્સને ફરીથી રિપેર કરી શકાય છે. હેલ્મેટના ઉપયોગથી મગજના સેલ્સની કાર્ય ક્ષમતામાં સારી થશે અને યાદશક્તિમાં સુધારો થશે.

સુરેન્દ્રનગરમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

  • 6 મિનિટમાં જ કરી દેશે કામ:

વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ હેલ્મેટ માત્ર 6 મિનિટ માટે પહેરવાનું રહેશે. જેને યાદશક્તિ ગુમાવવાની સમસ્યા છે, તેઓ તેને માત્ર 6 મિનિટ પહેરશે અને તેમને ફરક અનુભવાશે. તેને પહેર્યા બાદ હેલ્મેટમાંથી નીકળતા ઇન્ફ્રારેડ કિરણો મગજના અંદરના ભાગો સુધી પહોંચવા લાગે છે. તેઓ તેમની અસર ત્યાં જ કરે છે અને મગજના ડેમેજ સેલ્સને રિપેર કરે છે. આવું થતાં જ યાદશક્તિમાં સુધારો થવા લાગે છે. હેલ્મેટ રક્ત પરિભ્રમણને પણ સુધારે છે અને તેમાં ઓક્સિજન પહોંચાડે છે.

કી બોર્ડ પર કેમ આડા અવળાં હોય છે ABCDના બટન? જાણો આ પાછળનું કારણ

  • ડિમેન્શિયાના દર્દીઓ માટે વરદાન:

હેલ્મેટને લઈને 13 લોકો પર સંશોધન કરવામાં આવ્યું હતું. ટ્રાયલ પહેલા અને પછીના પરિણામોની સરખામણી કર્યા પછી, એવું જોવામાં આવ્યું કે મગજ પર સકારાત્મક અસર થઈ રહી છે. આ લોકોમાં મગજની કામ કરવાની ક્ષમતા સુધરી અને યાદશક્તિ પણ વધી. મગજના સેલ્સને ઝડપથી નુકસાન થવા લાગે ત્યારે જ ડિમેન્શિયા થાય છે. આ હેલ્મેટ આ રોગની સારવારમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેની કિંમત 7.5 લાખ રૂપિયા સુધી જણાવવામાં આવી રહી છે, જો કે તે અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ નથી.

આજે 19 નવેમ્બરે વિક્રમ સંવત 2078નું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે નહીં

વધુ સમાચાર માટે…

સંદેશ

Google News Follow Us Link