સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોળીયા કોરોના સામેની જંગ હાર્યા
- ચાર માસની સારવાર બાદ અંતે તેમનું આજ મોત નીપજ્યું છે.
- સમગ્ર જિલ્લો શોક મગ્ન બન્યો છે.
- પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોળીયા આખરે કોરોના સામેની જંગ હાર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોળીયા આખરે કોરોના સામેની જંગ હાર્યા છે. ચાર માસની સારવાર બાદ અંતે તેમનું આજ મોત નીપજ્યું છે. સમગ્ર જિલ્લો શોક મગ્ન બન્યો છે.
ભાજપના આગેવાનો તથા નેતાઓમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકામાં પ્રથમ એક વર્ષમાં 600 કરોડના વિકાસના કામો કરાવનાર વિપીનકુમાર ટોળીયા આજે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ વચ્ચે રહ્યા નથી જિલ્લાવાસીઓને મોટી ખોટ છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રિવરફ્રન્ટ, ભૂગર્ભ ગટર, રોડ-રસ્તા સહિતના ઈતિહાસીક કામ કરાવનાર પાલિકા પૂર્વ પ્રમુખે આખરે વિદાય લીધી છે જિલ્લામાં વિપીનભાઈ ટોળીયાના નિધન બાદ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
વઢવાણ સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિપીનભાઈ ટોળીયાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે અને શોક સંદેશ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે સાથે જ સુરેન્દ્રનગર વાસીઓને વિપીનભાઈ ટોળીયાની ખોટ વ્યક્ત કરવામાં આવી રહી છે જિલ્લાવાસીઓ શોક મગ્ન બની જવા પામ્યા છે ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા હાલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.