સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા

  • સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા
  • સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા.
  • સોનપુર રોડ ઉપર આવેલા સ્મશાન ખાતે તેમને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યાv
સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ તથા રાજકીય આગેવાનોની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનકુમાર ટોળીયા કોરોના સામેની જંગ હાર્યા છે.

ચાર માસની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે ત્યારે તેમના નિવાસસ્થાને થી તેમને અગ્નિસંસ્કાર માટે સુરેન્દ્રનગર સોનપુર રોડ ઉપર આવેલા સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને વહેલી સવારે તેમને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા.

સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા

રાજકીય આગેવાનોમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ પૂર્વ ધારાસભ્ય તથા હાલના ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી તથા રાજકીય આગેવાનો તેમના ઘરે પહોંચ્યા હતા અને તમામની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ત્રણ વખત ચૂંટણી જીત્યા હતા અને બે વખત પ્રમુખ પણ રહી ચૂકેલા હતા ત્યારે 4 માસની કોરોનાની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે ત્યારે તેમના નિવાસસ્થાને થી સોનપુર રોડ ઉપર આવેલા સ્મશાન ખાતે તેમને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોળીયા કોરોના સામેની જંગ હાર્યા

જિલ્લા કલેકટર તથા રાજકીય આગેવાનોની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાં 600 કરોડ રૂપિયાના વિકાસનાં કામો પાલિકા પૂર્વ પ્રમુખ વિપિનકુમાર ટોળીયા દ્વારા કરવામાં આવ્યા હતા અને રોડ-રસ્તા, રીવરફ્રન્ટ, ભૂગર્ભ ગટર, પાણી યોજના, ધોળીધજા ડેમમાં બારે માસ પાણી રહે તેવા પ્રયાસો હાથ ધરી અને સતત વિકાસના કામો કરનાર સુરેન્દ્રનગરનો વિકાસશીલ પુરુષ વિપિનકુમાર ટોળીયા પોતે કોરોના સામેની જંગ હારીયા છે અને તેમના અગ્નિસંસ્કાર સુરેન્દ્રનગર સોનપુર રોડ ઉપર આવેલા મુખ્ય સ્મશાન ખાતે કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા પણ હાલમાં હિબકે ચડી છે.

સુરેન્દ્રનગર જોરવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉકાળા વિતરણનું આયોજન

વધુ સમાચાર માટે…