વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડની સારવાર કરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરાઈ
- સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડની સારવાર કરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરાઈ.
- વિનામૂલ્યે ટિફિન સેવા પૂરી પાડવા માટે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે.
- બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વિનામૂલ્ય ટિફિન સેવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડની સારવાર કરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરાઈ. સુરેન્દ્રનગરમાં કોરોનાની સારવાર કરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિન સેવા પૂરી પાડવા માટે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે ત્યારે આ બાબતની જાણકારી આપવા માટે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વિનામૂલ્ય ટિફિન સેવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે.
જેમાં જણાવવામાં આવી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સારવાર કરાવતા કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે ટિફિન સર્વિસ પૂરી પાડવામાં આવશે અને આ માટે જરૂરિયાતમંદ તેમજ સગા સંબંધીઓને જમવાની કોઈ તકલીફ ન પડે તેને ધ્યાને રાખીને આ પ્રકારની આયોજન કરવામાં આવ્યાનું બોર્ડના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે.
આ આયોજનને સફળ બનાવવા ચિરાગ પાટીલ, કરન ચૌધરી, રાજ પટેલ, સચિન શેઠ અને વિજય કાલરિયા વિગેરેઓના સંપર્ક નંબર સાથેની જાણકારી બોર્ડમાં દર્શાવવામાં આવી છે.